________________
વાત જાણી અને ત્યારપછી શેઠે મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્રના પહેલા અને બીજા શ્લોકનું અત્યંત ભાવપૂર્વક સ્મરણ કરી શાસનદેવીને યાદ કરી તેનાથી અભિમંત્રિત કરેલું જળ રાજા ભોજ ઉપર છાંટતા રાજાનો રોગ તે જ સમયે ચમત્કારિક રીતે ગાયબ થઈ ગયો. આમ, દેવચંદ શેઠની બંધનમાંથી મુક્તિ અને રાજાભોજની રોગમાંથી મુક્તિ એમ બેવડા ચમત્કારના કારણે આખી ઉજ્જૈનીમાં જૈન ધર્મનો જય-જયકાર થઈ ગયો.
શ્લોક નં. ૩-૪ ની વાર્તા
ગરીબમાંથી તવંગર
રોડપતિમાંથી કરોડપતિ !
જૂનાસમયની વાત છે. ઉજ્જૈન પાસે એક નાના ગામમાં ધર્મે શ્રદ્ધાળુ શ્રાવક વીરચંદભાઈ રહેતા હતા. કર્મની ગતિ વિચિત્ર કે તેમને જીવનમાં ધનનું કોઈ સુખ મળ્યું ન હતું. ઘણાં પ્રયત્ન અને નાના-નાના અનેક ધંધા કરવા છતાં દરેક વખતે નુકશાન થતું અને દરિદ્રતા તેમને જાણે કે આજીવન વરેલી હતી. એક દિવસ તેમના ગામમાં આચાર્ય ભગવંતની પધરામણી થઈ. વ્યાખ્યાન સાંભળવા સૌની સાથે વીરચંદભાઈ પણ ગયા. પૂજ્યશ્રીએ આપેલા ઉત્તમબોધના કારણે ભાવિક ભક્તોએ તેમનો અને જૈન ધર્મનો જય-જયકાર કર્યો. ત્યારપછી વીરચંદભાઈ આચાર્ય ભગવંતને વંદન કરવા ગયા અને લાગણીવશ થયેલા એવા તેમને રડતા હૃદયે પૂજ્યશ્રીને પોતાની કરુણ કથની કહી. આચાર્ય ભગવંતે તેમને ઘણી સાંત્વના આપી. ધર્મ અને કર્મનું રહસ્ય સમજાવ્યું અને મહાપ્રભાવક શ્રીભક્તામર સ્તોત્રના ત્રીજા અને ચોથા શ્લોકની ભક્તિપૂર્વક આરાધના કરવા જણાવ્યું. આથી શ્રાવક વીરચંદભાઈ દ૨૨ોજ ગુરુ આજ્ઞા પ્રમાણે તે શ્લોકોની આરાધના કરતા હતા.
એક દિવસ વેપાર અર્થે ગામના મોટા વેપારી વહાણ લઈને પરદેશ જતા હતા. તેમની સાથે તેમને વિનંતી કરી તેથી તેઓ પણ તેમના પ્રવાસમાં જોડાયા. સમુદ્રમાં વહાણો આગળ વધતાં હતાં ત્યારે અચાનક થયેલા દરિયાઈ તોફાનમાં વહાણ તૂટી ગયું. તેમાંના પ્રવાસીઓ દરિયામાં તણાવા લાગ્યા. આવા કઠિન કાળમાં પણ વીરચંદભાઈએ ભક્તામર સ્તોત્રનું આરાધન ખૂબ જ ભાવપૂર્વક ચાલુ રાખેલું. દૈવયોગે તમેના હાથમાં પાટીયું આવી જતાં તે સમુદ્ર કિનારે પહોંચ્યા. આવા કપરા કાળમાં પણ તેની અવિચળ ધર્મ શ્રદ્ધા અને શ્રી ભક્તામર સ્તોત્ર ઉપરની અત્યંત ભક્તિથી પ્રસન્ન થઈ; શાસનદેવીએ પ્રગટ થઈ તેમને દર્શન આપ્યાં. તેમનું દારિદ્ર દૂર કર્યું. ઝવેરાતથી મઢી દીધા અને અનેક બહુમૂલ્ય રત્નની ભેટ આપી. પછી તેઓ હેમખેમ પોતાના વતનમાં પાછા આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
(૧૭૨)
www.jainelibrary.org