________________
જે બુદ્ધિ સ્વયં પોતે ભાગ્યહીન અર્થાત્ અભાગણી હોય તે બુદ્ધિ જીવનસંગ્રામમાં વ્યક્તિને હેરાન-હેરાન કરી નાંખે છે. ખોટે રસ્તે દોરવે છે. અને દુશ્મનની છાવણી પાસે લઈ જાય છે. જેમ શરાબી નશામાં ભાન ભૂલેલો હોવાથી તેને ક્યાં જવું છે તેનું ભાન હોતું નથી તેવી રીતે કુબુદ્ધિવાળો માણસ દુશ્મનની છાવણીમાં શરાબીની જેમ લથડી પડીને આવી ચડે છે. અને પોતાની છાવણી સમજી તેમાં દાખલ થાય છે. પછી દુશ્મનો તેની સાથે કેવી રીતે વર્તશે તે તો ફક્ત કલ્પનાનો વિષય રહે છે! ઘોર રણસંગ્રામ ખેલાતો હોય ત્યારે દુશ્મનની છાવણીમાં કોઈ રડ્યો પડ્યો શરાબી સૈનિક જઈ ચડે તે માની શકાય. પરંતુ નશારહિત કોઈ મહાવિરલ યોદ્ધાઓ સિવાય આખુને આખું સન્ય શરાબના નશામાં ચકચૂર થઈ દુશ્મનની છાવણીમાં ઘુસી જાય તો તેની શી વલે થાય!
બસ આવી સ્થિતિ જ સંસારમાં સામાન્ય માનવીની છે. મોહરૂપી મદિરા પીધેલો માનવી કષાયોરૂપી દુશ્મનની છાવણીમાં સામા પગલે શિકાર થવા જાય છે. આ ઘટનાચક્ર અનંતકાળથી અનંતાજીવો માટે આમ જ ચાલતું આવ્યું છે. જીવ હંમેશા જડમાં ચેતનપણાનો આરોપ મૂકી અથવા ભ્રાંતિથી તેને ચેતન માની જડની સાથે એકત્વ બુદ્ધિ કરતો રહ્યો છે. તેમાં જ રુચિ અને પ્રીતિ કરતો રહ્યો છે. શરાબીને જેમ બેહોશીમાં સાચી વસ્તુસ્થિતિનું ભાન નથી હોતું તેવુ જ આ જીવનું છે. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયના જીવો પરસુખમાં, વિષયસુખમાં, કામભોગમાં આનંદ માનતા આવ્યા છે અને તેને ભોગવતા આવ્યા છે. જગતના બાહ્ય સુંદર પદાર્થો અને સ્વરૂપવાન દેહાદિકમાં તેના રૂપમાં તેની સુંદરતામાં મોહાંધ થતા આવ્યા છે. વિભિન્ન પ્રકારના સ્વાદો અને તેના રસમાં લોલુપ બનેલા જીવો અતિરેકથી સ્વાદિષ્ટ ભોજનરસમાં ડૂબે છે. અતિ માદક સુગંધી દ્રવ્યોની સુગંધ તેમના ચિત્તને પ્રસન્ન કરે છે. આમ સ્પર્શ, રૂપ, સુગંધ, રસ વગેરે ખરેખર તો જડ દ્રવ્ય છે. પુદ્ગલ પરમાણુના તે બનેલા છે.
જડ તત્ત્વ વાસ્તવમાં તો અજીવ છે તેથી તે તેનામાં જીવને નિમંત્રણ આપવાની કે જીવને લોભાવવાની કોઈ શક્તિ નથી. એટલું જ નહીં પણ કોઈ જીવ જડ સ્વરૂપવાન દેહ તરફ આકર્ષાય કે માદક સુગંધ તરફ આકર્ષાય તો તે જડ દેહ કે માદક સુગંધને તેનું જ્ઞાન પણ નથી થતું કે ખબર પણ નથી પડતી કે કોઈ તેના તરફ આકર્ષાયું છે. આમ જડદ્રવ્યોનો સ્વભાવ જ આવો છે તો જડ તરફ આકર્ષાવાનું કામ ચેતન કરે છે. ચેતનની મોહ બુદ્ધિ કરે છે, કે જે બુદ્ધિને આપણે પ્રારંભમાં અભાગણી કરી ચૂક્યા છીએ. આવી અભાગણી બુદ્ધિ જે કુમતિ છે. તે સ્પર્શ, રસ, રૂપ, સુગંધ અને કષાયોમાં ભૂલી પડે છે. અજ્ઞાનરૂપી અંધકારના સહારે તે કષાયરૂપી દુશ્મનની છાવણીમાં અનંતકાળથી અથડાયા
Jain Education International
For Private Personal Use Only
(૧૬૬)
www.jainelibrary.org