________________
કરે છે. સંસાર ખારો ઝેર લાગે – સુબુદ્ધિ જાગે તો સઘળા
ભય ભયભીત થઈને ભાગે. આ શ્લોકમાં પ્રભુનું સ્મરણ કરનાર હાથી સિંહ, દાવાનળ, સમુદ્ર વગેરે આઠ શત્રુઓના ભયથી મુક્ત છે તેમ જણાવેલ છે તે ખરેખર યથાર્થ છે. અનંતાભવ ભ્રમણમાં થાકેલા જીવને જ્યારે સંસાર ખારો ઝેર જેવો લાગે અને જગતના કોઈપણ પદાર્થ તેને સર્વથા નિરર્થક લાગે. આ સર્વેથી ત્રાસેલા એવા તેને સર્વની નિરર્થકતાનો યથાર્થ નિર્ણય થયા પછી સાચા અને શાશ્વત સુખની ઝંખના જાગે ત્યારે જીવ અંતર્મુખ થાય છે. પરમાત્માનું શરણ લે છે. પરમાત્માના દિવ્ય ગુણોનો તેને મહિમા આવે છે. અને એક વખત જ્યાં પ્રભુનો સાચો મહિમા આવે ત્યાં સાચી પ્રીત જાગે છે. પરમપદથી તેને ઓછું કાંઈ ખપતું નથી. પ્રભુનાં ચરણમાં તે સમર્પિત થાય છે. અને પ્રભુનાં ચરણ જે જ્ઞાન માર્ગ ઉપર ચાલી પરમાત્માપદને પામ્યા તે જ માર્ગે ચાલી તે પોતે પણ પરમપદની પ્રાપ્તિને ઝંખે છે. આ જ મનુષ્ય સાચો બુદ્ધિમાન છે. આ જ સુબુદ્ધિ છે. આમ, જેને અંતરમાં સાચા સુખની પ્રાપ્તિ થાય છે. અંતરમાં રહેલા નિધાનની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યને મોહરૂપી સર્પ કાંઈ કરી શકતા નથી. આખરે તો કર્મો સ્વયં પણ જડ છે. હાથી, સિંહ, દાવાનળ, યુદ્ધ, સર્પ, સમુદ્ર, જલોદર અને બંધન એ જાણે કે કર્મની આઠ મુખ્ય પ્રકૃતિના પ્રતીક હોય તેવા જણાય છે. તેમનું જોર મૂછવાન જીવનો પુરુષાર્થ પણ મૂછમાં છે અને તેથી પુરુષાર્થની મૂછ કે નબળાઈના કારણે તેઓ જોમવંતા જણાય તેમ બને પરંતુ ચેતન જ્યારે જાગે ભગવાન-આત્મા પોતે જ્ઞાતા દષ્ટારૂપે જાગે ત્યારે કર્મની આ આઠે મુખ્ય પ્રવૃતિઓ ઊભી પૂંછડીએ ભાગે. આમ, આ તેંતાલીસમા શ્લોકમાં પણ રહસ્યપૂર્ણ બોધ આપવામાં આવ્યો છે.
રીડ
રીડ
રીડ
Jain Education International
For Priv(qe gjonal Use Only
www.jainelibrary.org