________________
ભક્તામર શ્લોક ૪૪ स्तोत्रसजं तव जिनेन्द्र ! गुणौर्निबद्धां, भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं ; तं मानतुड्गमवशा समुपैति लक्ष्मी : ॥४४।।
ભાવાર્થ :
હે જિનેશ્વર! મેં ભક્તિથી કરેલી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણોથી ગુંથેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારા સ્તોત્રરૂપી માળાને આ જગતમાં જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે તે ચિત્તની ઉન્નતિવાળા પુરુષને અથવા માનતુંગસૂરિને કોઈને વશ નહીં થયેલી એવી રાજ્ય-સ્વર્ગ અને મોક્ષ સંબંધી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. II૪૪
રાજ્ય-સ્વર્ગ-મોક્ષ લક્ષ્મી કોને પ્રાપ્ત થાય?
શ્રી ભક્તામર સ્તોત્રના ચુમ્માલીસમાં શ્લોકમાં એમ જણાવ્યુ છે કે હે પ્રભુ આ સ્તોત્ર દ્વારા આપને સમર્પિત થયેલો એવો હું ભક્તિના રસમાં તરબોળ થવાથી આપની જે સ્તુતિ કરી છે. તેમાં જ્ઞાનદિ ગુણોને ગૂંથ્યા છે. અક્ષરોરૂપી મનોહર પુષ્પો વાળી આ અદ્દભુત અને ચમત્કારી ફૂલમાળા છે. અર્થાત્ આ સ્તોત્રને જે મનુષ્યો નિરંતર ભક્તિપૂર્વક ગાય છે. તેના ઉપર ચિંતન, મનન, અને પાલન કરે છે. તેનું ચિત્ત ઉન્નત દશાને પામે છે. તેથી તેવા મનુષ્યો અને મારા સહિત દરેકને રાજ્યલક્ષ્મી, સ્વર્ગ લક્ષ્મી અને મોક્ષસંબંધી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે આ લક્ષ્મી કોઈને વશ થતી નથી. પરંતુ જે આ સ્તોત્રરૂપી પુષ્પમાળાને નિરંતર કંઠમાં ધારણ કરે છે, તેને તે પ્રાપ્ત થાય છે. માતાની જેમ પ્રભુ સમર્પિત ભક્તની કાળજી લે છે.
શ્રી ભક્તામર સ્તોત્રનો આ છેલ્લો શ્લોક છે. ચારે આમ્નાયમાં આ સ્તોત્ર માન્ય છે. અને દરેક આમ્નાયના સ્તોત્રમાં આ અંતિમ શ્લોક છે. આ સ્તોત્રની રચના આચાર્ય ભગવંતે પૂર્ણભક્તિભાવથી કરેલી છે. ભક્તિમાર્ગ એ ત્રણે કાળમાં પરમાત્મા સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. તરતના જન્મેલા નવજાત શિશુને પોતાને કોઈ જાતનું ભાન હોતું નથી. હાથ-પગ હલાવીને ચાલતા સુધી કે નિશાળે જાય ત્યાં સુધી તેના વિકાસની અને તેની સર્વ આવશ્યકતાની પૂરેપૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૬ ૮)