________________
છે, અને ક્રોધ જ્યારે પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય ત્યારે નાગ હોય કે મનુષ્ય હોય નેત્રોમાં લોહી ધસી આવે છે અને રક્તવર્ણા નેત્રો થાય છે. ક્ષમાને શ્વેત રંગની ઉપમા આપીએ તો ક્રોધને કોયલના કંઠ જેવો કાળો કહેવો પડે, અને ક્રોધ હંમેશા નાગની જેમ કોઈપણ વ્યક્તિની સન્મુખ તેના પૂરા બળ સાથે ધસી જતો હોય છે. કર્મફળના સિદ્ધાંતમાં ક્રોધના ફળ અને પરિણામ કેવા ભોગવવા પડે તેના સંદર્ભમાં એમ કહેવાયું છે કે, “કડવાં ફળ છે ક્રોધના” આમ, ક્રોધ આત્માની વિભાવ અવસ્થાનો કષાય છે. ચારે ગતિમાં ભ્રમણ કરતો જીવ સર્પાદિકની ગતિમાં જઈને આવ્યો હોય અને તે સંસ્કારો દઢપણે આગળ-આગળ નવા જન્મમાં સંગ્રહાયા હોય તો મનુષ્યના ભવમાં તેને ક્રોધ કષાય વિશેષ જોવામાં આવે છે. કથાનુયોગમાં વૈરાગ્નિમાં અને ક્રોધાગ્નિમાં બળતા ચંડકૌશિક નાગને બુઝ - બુઝ” ના ઉપદેશ દ્વારા ભગવાન મહાવીર સ્વામીએ શાંત પાડેલ. શ્રી વીર પ્રભુના ભક્ત એક જ શબ્દથી અને તેમના નેત્રોમાંથી વહી રહેલી અખંડ પ્રેમ અને કરુણાએ ચંડકૌશિક જેવા નાગની વેરની આગને ઠારી દીધી. અને આટલા અલ્પબોધ આવો નાગ જે પામી ગયો અને તેણે જે પ્રાપ્ત કર્યું તે ખરેખર અદ્ભુત છે.
ક્રોધનું વિજ્ઞાન આપણે અહીં ક્રોધ વિષે જરા શાંતિથી વિચારીએ. જગતના જીવોને એમ લાગે છે કે રોજ-બ-રોજનો અનુભવ હોવાથી ક્રોધ જાણે કે પોતાનો સ્વભાવ છે! આ ક્રોધનું થોડું ધીરજથી અવલોકન કરીએ તો ખ્યાલ આવશે કે વ્યક્તિનો અહંકાર છંછેડાય કે તરત જ ક્રોધ ભભૂકી ઊઠે છે. તેની માત્રા વ્યક્તિએ-વ્યક્તિએ જુદી હોય છે. પહેલાં માણસ ક્રોધ કરે છે, પછી પસ્તાય છે. પછી તેનું મન તેને એમ ઠસાવે છે કે તું ખરેખર સારો માણસ છે. ક્રોધ બુરી ચીજ છે. પરંતુ ક્રોધ કરીને તેને તેનો અફસોસ થયોછે માટે તું સારો છે. આ રીતે છેતરપિંડીવાળું મન હંમેશા એમ ઠસાવે છે કે જે ક્રોધ કરે છે અને પછી પસ્તાવો કરે છે તે સજ્જન છે. આમ, જે મન ચોર છે, તે સજ્જનતાનો ઇલકાબ આપે છે. તેથી વ્યક્તિ હંમેશા ક્રોધ કરે છે. હંમેશા અફસોસ કરે છે. અને અફસોસ કરીને પોતાને સજ્જન માનીને ક્રોધનું પુનરાવર્તન ચાલુ રાખે છે. આ રીતે છેતરપિંડી કરતું મન ક્રોધરૂપી કષાયને નિરંતર પંપાળ્યા કરે છે. તેથી ક્રોધને કષાય તરીકે નહીં પણ સ્વાનુભવના બળ ઉપર જીવ સ્વભાવ તરીકે સ્વીકારીને ચાલે છે. આમ, ક્રોધ એક એવો કષાય છે કે જે જન્મ મરણના ચક્કર ને હંમેશા વધારે છે. એ હંમેશા યાદ રાખવા જેવું છે કે મફતમાં કોઈ ગાળ પણ દેવા આવતું નથી. આપણો અહંકાર છંછેડાતા
For Priv(982)onal Use Only
Jain Education International
www.jainelibrary.org