________________
નું અસ્તિત્વ જ રહેતું નથી. અહીં ભક્ત “હું તને સમર્પિત છું તેમ નથી કહેતો, કારણકે તેમ કહે તો પણ અહંકાર ઊભો રહે છે. તેથી તેના કથનમાં તો પ્રભુ તું જ સત્ય છે. પ્રભુ તારી આજ્ઞા જ સત્ય છે.” એમ ભાવ રહેલો હોય છે. પ્રભુના ચરણનું આશ્રય કરનાર જીવ હવામાં ઊડતા પીંછા જેવો હોય છે. પીંછાને હવા લઈ જાય ત્યાં જાય છે. પ્રભુનો ભક્ત નદીમાં વહેતાં તણખલાં જેવો હોય છે. તેને પ્રવાહ લઈ જાય ત્યાં જાય છે.
અહીં વધુ સૂક્ષ્મ રીતે એમ જ સમજવાનું છે કે જે માર્ગ ઉપર ચાલ્યા તે માર્ગનો આશરો લે છે. અર્થાત મોક્ષ માર્ગ ઉપર પ્રભુના ચરણે જે રીતે ચાલ્યા તે જ રીતે ભક્ત તેના ચરણ દ્વારા ચાલે છે. તેથી એમ પણ ઘટાવી શકાય કે જે આત્માનો આશ્રય લે છે અને એક આત્માને યથાર્થ રીતે ગ્રહણ કરે છે તેનાથી અહંકાર અનાયાસે, સહજપણે, છૂટો પડી જાય છે. વાસ્તવમાં આત્માના ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સાથે અહંકાર કદાપિ હતો જ નહીં. તેનો સ્વાનુભવ પ્રગટ થાય છે. અને સ્વાનુભવના પ્રકાશમાં આત્મા સ્પષ્ટપણે અનુભવે છે કે રાગ-દ્વેષ અજ્ઞાન કે અહંકાર પોતાની સાથે કદાપિ હતા જ નહીં. અર્થાત્ પોતાનો આ અનુભવ, સ્વાનુભવ પોતે પ્રત્યેક યથાર્થથી કેટલો ભિન્ન હતો. તેનું ભાન કરાવે છે. આમ, આ શ્લોક દ્વારા જે પ્રભુના ચરણનો આશ્રય લે છે તે અહંકારરૂપી ગજરાજને હણી અન્ય દુર્જય શત્રુઓનો પણ નાશ કરી વિજય પામે છે. આ તેનો શાશ્વત વિજય હોય છે. આમ, આ શ્લોકમાં પણ આપણને ઉત્તમ બોધની પ્રાપ્તિ થાય
Jain Education International
www.jainelibrary.org
For Private Personal Use Only
(૧૫)