________________
દેશના સાંભળવા આવે છે. આ જીવો અહીં આવે છે તે પહેલાં તેમને પ્રભુ સિવાય પોતાના માનેલાં સુખનો મહિમા હતો. સુખની તેમની પોતાની માન્યતાઓ હતી. જેમ કે મનુષ્ય લોકના જીવોને અર્થાત્ માનવીને ધન, વૈભવ, હીરા, માણેક, રત્નો વગેરેનો મહિમા હોય છે તો દેવોને દેવલોકના સુખોનો મહિમા હોય છે અને આ દરેક જીવને પોતાની પાસે જે સુખ હોય છે તેનાં કરતાં અધિક સુખની ઝંખના હોય છે.દેવેન્દ્ર પોતે ત્રણેય લોકના સર્વજીવોની આવી પ્રકૃતિથી પૂરેપૂરા વાકેફ અને માહિતગાર છે. દરેક જીવને શેનો મહિમા છે તે ચતુર દેવેન્દ્ર સારી રીતે જાણે છે. એટલે પરમાત્માના યથાર્થ મહિમાનું ભાન ત્રણેય લોકના જીવોને થાય તે માટે દેવેન્દ્ર અષ્ટપ્રાતિહાર્યની રચના કરે છે. આવી અદભુત રચના સમવસરણના જીવોએ સ્વપ્રમાં પણ જોઈ કે વિચારી હોતી નથી. તેથી અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ભામંડલ અને દુંદુભિવાળું અલૌકિક ઐશ્વર્ય ધરાવતા પ્રભુનો મહિમા તેમને આવે છે.
આમ, જ્યાં સુધી જીવ આત્મા વિશે યથાર્થ નિર્ણય કરી શક્યો હોતો નથી ત્યાં સુધી જીવને અનાત્મદશાના કોઈપણ પદાર્થ કે વસ્તુનો મહિમા વિશેષ હોય છે. સમવસરણમાં પધારતાં પહેલાંની જીવોની સ્થિતિ આત્મદશાથી વેગળી છે. તેથી દરેક જીવને પોત પોતાની રીતે જુદી-જુદી વસ્તુનો મહિમા છે. પરંતુ ચતુર ઇન્દ્રએ જોયું કે દરેક જીવને આવી રીતે જુદી-જુદી ચીજ વિશે મહિમા હોવાથી તેણે અષ્ટપ્રાતિહાર્યની રચના કરી. જેમાં પ્રભુના દિવ્યધ્વનિ દ્વારા જ્યારે જીવોને આત્મશાંતિનો બોધ મળ્યો ત્યારે તેમને પ્રભુના સામર્થ્ય અને સર્વજ્ઞતાનો ખ્યાલ આવ્યો. પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દુંદુભિ દ્વારા તેઓ અતિશય પ્રભાવિત થયા. સિંહાસનથી ચાર આંગળ ઉપર રહેલાં પ્રભુનાં ઔદારિક દિવ્ય શરીર ને જોઈ તેઓ તેમને સમર્પિત થયાં, ત્રણેય પ્રકારના છત્રો દ્વારા ત્રણેય લોકનાં જીવોને શાંતિની અનુભૂતિ થઈ. અશોકવૃક્ષે તેમનાં હૃદયમાં રહેલા શોક અને વ્યાકુળતાનો વિધ્વંશ કર્યો. આમ સમવસરણમાંના આઠ પ્રાતિહાર્યોએ અને પરમાત્માના દર્શન અને દિવ્યધ્વનિએ ત્યાં ઉપસ્થિત ચારે ગતિના જીવોને અદભુત અને અભૂતપૂર્વ આત્મશાંતિ અને આત્માનંદ આપ્યાં. એમ કહી શકાય કે ખરેખર તે જીવો ધન્ય છે કે જેમને સમવસરણમાં પ્રથમ તીર્થકર શ્રી જિનેશ્વર ભગવંત ઋષભદેવ પરમાત્માની દેશના તેમના મદિવ્યધ્વનિ દ્વારા સાંભળવા મળી.
Jain Education International
www.jainelibrary.org
For Priyate & Personal Use Only
' (૧૩૧)