________________
સુખ દરેક ઈન્દ્રિયવાળા શરીર વખતે મળ્યું હોય તો તે વિષય સુખ છે. વિષયવાસનાનાં સુખમાં જે સુખ માનીને ચાલ્યા છે તેવા દરેક જીવને અંતે તો દાવાનળ સમાન જણાય છે. એટલે અહિંયા કહેવાયું છે કે હે પરમાત્મા આપના નામ અને જળરૂપે કીર્તનરૂપે જળને ગ્રહણ કરીને કામાગ્નિરૂપી દાવાનળ ઉપર છાંટવામાં આવે તો તે શાંત થઈ જાય છે.
જીવની હાલત કેવી છે? આ જીવ સંસારના પરિભ્રમણમાં વારંવાર ભવભ્રમણ કરતો રહેશે તેમાં તેની કામવાસના અને કામના સેવન મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ બાબતને વિગતવાર જોઈએ તે પહેલાં એક કવિની પંક્તિને આલોકીયે :
“હંસા માનસના વસનાર, ચારો મુક્તિનો ચરનાર,
માતામાની પરની નાર કાયા કંચનની કરીએ.” | વિષયવાસના ઉપર જે વિજય મેળવે છે તે રાજા ઉપર વિજય મેળવે છે અને તેનો વિજય ચક્રવર્તી થાય છે. હવે આ વિગતને સૂક્ષ્મતાથી અવલોકીયે તો જીવનો સામાન્ય અનુભવ એ છે કે તે કામ અને કામનાઓથી કદાપિ મુક્ત થઈ શક્યો નથી. કામ એટલે વિષયવાસના અને કામનાઓ એટલે ઇચ્છાઓ. એક ઇચ્છા પૂરી થઈ બીજી ઇચ્છા જાગેછે બીજી પૂરી થતા ત્રીજી ઇચ્છા જાગે છે અને આમ તૃષ્ણાનું વિષવર્તુળ અનંત પ્રકારે ચાલ્યા કરે છે. તેનો અંત આવતો નથી અને જીવનનો અંત આવી જાય છે. અને આજ રીતે વિષય વાસનાનું પણ સમજવું, એટલે જ્યાં સુધી જીવ બર્ણિમુખ રહે, સંસારના પદાર્થોમાં સુખ માને અને કંચન અને કામિની તરફની તેની લોલુપતામાં કાંઈપણ ઘટાડો ન થાય ત્યાં સુધી તે આ કામાગ્નિ રૂપી દાવાનળમાં બળ્યા કરે છે અને આ કામરૂપી દાવાનળથી બહાર આવવા માટે પ્રભુનું કીર્તનરૂપ જળ તે જ એકમાત્ર ઉપાય છે. કામ અને કામનાઓ વિશે યથાર્થ સમજ જરૂરી છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે ઘણા લોકો ઘણી વખત પ્રભુનું નામ લે છે અને છતાં પણ તેમની તૃષ્ણાનો અંત આવતો નથી. ઘણા સાધકો આજીવન બ્રહ્મચર્ય પાળે છે અને છતાં પણ કામાગ્નિનો સર્વથા અભાવ થતો નથી તેવું તેઓ અંતરથી જાણે છે અને છતાં પ્રભુનું કીર્તન એ જ સચોટ ઉપાય છે. એમ સંતો પોકારીપોકારીને કહે છે. આનું રહસ્ય શું? શું સંતો સાચા છે કે સંસારી અને સાધકોનો અનુભવ સાચો છે? આનો જવાબ સ્પષ્ટ છે જ્યાં સુધી કામ અને કામનાઓ વિષે પૂરેપૂરી સત્ય સમજ કેળવી તેનો યથાર્થતા કે અયથાર્થતાનો સાચો નિર્ણય ન
For Pri(axu)rsonal Use Only
Jain Education International
www.jainelibrary.org