________________
તેને સર્વોત્તમ સુંદર પ્રભુનું ચિત્ર બનાવવું હોય તો તે પ્રભુનું ચિત્ર તે તેની પોતાની ગમે તેટલી સર્વોત્કૃષ્ટ શક્તિ અને પ્રાણ રેડીને તે ચિત્ર બનાવે તો પણ તે ચિત્ર મનુષ્યલોકના મનુષ્યના પૂર્ણરૂપને પ્રતિબિંબિત કરતું જ ચિત્ર હશે. તેવી રીતે દેવેન્દ્ર આઠ પ્રાતિહાર્યની રચના દ્વારા પરમાત્માના અદ્દભુત મહિમાને જે રીતે દર્શાવે છે તે ઘણી અર્થગંભીર હકીકતો તરફ આપણું લક્ષ દોરે છે. તે હવે જરા વિગતથી જોઈએ.
છત્ર જીવોને શાતા આપે છે. આ શ્લોકમાં પરમાત્માના મસ્તક ઉપર ત્રણ છત્રની રચના કરવામાં આવી છે. તે ત્રણેય છત્ર ચંદ્રના જેવી ધવલ કાંતિથી પ્રકાશિત છે અને સૂર્યની ગરમીને રોકનાર છે.પ્રથમ દૃષ્ટિએ આમ જણાય તે વાત સાચી છે પરંતુ જરા ધ્યાનથી વિચારીએ તો જણાશે કે સફેદ રંગ પ્રકાશનું પરાવર્તિત કરે છે, અર્થાત આ ત્રણેયછત્રો એ પ્રતીકરૂપ છે કે જે એમ સૂચવે છે કે પરમાત્મા ત્રણેય લોકના નાથ છે. પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ લોકના તે સ્વામી છે. ત્રણેય લોકમાં તે સર્વોત્તમ છે. સમવસરણની રચનામાં આઠ પ્રાતિહાર્યોમાના આ ત્રણછત્રો ચંદ્રની ધવલ કાંતિ અને શીતળતા સાથે પરમાત્માના માથે શોભી રહેલાં છે. આ છત્રો અસંખ્ય મોતીઓના સમૂહની રચનાથી વિશેષ પ્રકારે શોભી રહ્યાં છે. અહીં તાત્પર્ય એ છે કે પરમાત્માના માથે શોભી રહેલાં આ ત્રણ છત્રો ઉપર પડતો સૂર્યનો પ્રકાશ તે છત્રોના વિશે રહેલી ચંદ્ર સરખી તેની શીતળતાને ગ્રહણ કરી તે કિરણો પરાવર્તિત થઈ સમવસરણમાં રહેલાં ચારે ગતિના જીવોને પરોક્ષ રીતે શાંતિનો અનુભવ કરાવે છે. બીજી રીતે એમ પણ ઘટાવી શકાય કે આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી બળ્યાં-ઝળ્યાં ચારેય ગતિના જીવો સમવસરણમાં પ્રવેશતાંની સાથે તેમના ત્રિવિધ પ્રકારનાં તાપ સમવસરણની બહાર જ રહી ગયાં અને ધગધગતાં સૂર્યના તેજ કિરણો સાથે ભસ્મીભૂત થઈ તે વિલીન થયાં અને પરમાત્માનું છત્ર જે ચંદ્ર જેવી ધવલ શીતળતાને ધારણ કરેલું છે તેના સૌમ્ય અને અદેશ્ય કિરણો વડે સમસ્ત ત્રણેય લોકના સર્વ જીવો ને અપૂર્વ શાંતિ અને શાતા આપી રહ્યું છે. આમ ત્રણેય લોકના ચારેય ગતિના સર્વ જીવો પરમાત્મા માટે રચાયેલાં અષ્ટ પ્રાતિહાર્યોમાંથી પોતે વિવિધ પ્રકારે અપૂર્વ શાતાને અનુભવતાં હોય તેમ જણાય છે.
અષ્ટપ્રાતિહાર્યની રચનાનું રહસ્ય સમવસરણમાં ચારે ગતિના જીવો પરસ્પરનાં જાતિવેરને ભૂલીને પ્રભુની
Jain Education International
For Private Personal Use Only
(૧૩૦)
www.jainelibrary.org