________________
હતી. આ શ્લોકમાં બે વાત જણાવી છે. વનરાજ સિંહ કે જેને પોતાની સૂંઢમાં પકડીને હવામાં ઉછાળીને ધરતી પર પડતાં જ સિંહને પોતાના પગની અતુલ તાકાત વડે હણી શકવાની શક્તિ ધરાવનાર હાથીને સિંહ પોતે હણે છે. એટલે એ રીતે વિચારી શકાય કે શત્રુ શક્તિશાળી હોવા છતાં યોગ્ય સમયે, યોગ્ય સ્થળે પૂરી તાકાતથી પ્રહાર કરીને કદમાં નાનો હોવા છતાં મહાકાય સિંહ ગજરાજને હણી શકે છે. તેથી એનો અર્થ એ થયો કે વનમાં વિચરતા સમસ્ત પ્રાણીઓમાં હાથી સૌથી વિશાળ મહાકાય પ્રાણી છે. તેની એટલી બધી તાકાત છે કે તે વનનાં વૃક્ષોનો પણ વિનાશ કરી શકે છે. આમ, એ સ્પષ્ટ થાય છે કે ગજરાજ ઉપર વનરાજ સિંહ પણ વિજેતા થતો હોવાથી તે વનમાં ગમે તે પ્રાણીને હણી શકે છે અને તે સ્વાભાવિક પણ છે. આ શ્લોક આપણને આ બધી વાત દ્વારા ગર્ભિત બોધ એ આપે છે કે વનરાજ સિંહ એ મિથ્યાત્વનું પ્રતીક છે અને મિથ્યાત્વના કારણે જીવના જન્મમરણના ચક્કર ચાલુ રહે છે. ગમે તેટલા ભવ વીતે અને અનંતકાળ વીતે તો પણ મિથ્યાત્વરૂપી સિંહ દ્વારા જીવના પ્રારબ્ધમાં મરવાનું જ લખાયું છે. આ ભવભ્રમણનો દેખીતી રીતે કોઈ અંત પણ જણાતો નથી. આ શ્લોકના આ દૃષ્ટાંતમાં વિશાળકાય હાથીને મારી શકનાર સિંહના રૂપકથી એમ માનવું રહ્યું કે હરણ આદિ પ્રાણીઓ જેવા સંસારી મનુષ્યો છે કે જેઓ પળવારમાં મિથ્યાત્વરૂપી સિંહનો શિકાર થઈ જાય છે. પરંતુ ગજરાજ તો મહાકાય છે, એટલે વિવિધ પ્રકારની મહાકાયા ધરાવનાર કોઈની પાસે તપની મહાકાયા હોય, કોઈની પાસે ક્રિયાની મહાકાયા હોય, કોઈની પાસે જ્ઞાનની મહાકાયા (પંડિતાઈ) હોય પરંતુ જ્યાં સુધી આવી વિશાળકાયા સાથે તેવો મનુષ્ય ગજરાજ સમાન અર્થાત અહંકાર સહિત હોય છે.(ગજ એટલે અભિમાન) ત્યાં સુધી મિથ્યાત્વરૂપી સિંહ તેને પણ હણી શકે છે. પરંતુ હાથીના કુંભસ્થળમાં જેમ મોતીઓનો સમૂહ રહેલો છે તે ધવલ મોતીઓના સમૂહને ગજમુક્તા કહેવામાં આવે છે. તેનું ભાન હાથીને હોતું નથી. તેવી જ રીતે આ આત્મામાં ગજમુક્તારૂપી ધવલ મોતીઓના સમૂહ જેવા દર્શન - જ્ઞાન - ચરિત્ર જેવા અનંતા ગુણો રહેલાં છે. તેનું સમ્યફજ્ઞાન મનુષ્યને જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી મિથ્યાત્વ દ્વારા - મિથ્યાત્વરૂપી સિંહ દ્વારા અનંતકાળ સુધી અનંતી વાર હણાતું તે ભવભ્રમણ કર્યા કરે છે.
કથાનુયોગની સિંહની વાર્તા આ શ્લોકમાં આગળ એમ જણાવાયું છે કે વનરાજ સિંહ ફાળ ભરવા માટે બે પગ ભેગા કરીને શિકાર કરવા માટે તત્પર થઈ ચૂક્યો હોય અને શિકારનું મૃત્યુ પણ નિશ્ચિત થઈ ચૂક્યું હોય તેવી મૃત્યુની અંતિમ ક્ષણે પણ તે વ્યક્તિ જો
For Privata aygonal Use Only
Jain Education International
www.jainelibrary.org