________________
ભક્તામર શ્લોક 33
इत्थं यथा तव विभूतिरभूज्जिनेन्द्र, धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा, ताक कुतोग्रहणस्य विकाशिनोऽपि ॥ ३३ ॥
ભાવાર્થ :
હે જિનેશ્વર! આ પ્રમાણે ધર્મોપદેશના સમયે જેવી તમા૨ી વિભૂતિ હોય છે તેવી અન્ય દેવોની હોતી નથી કારણ કે સૂર્યની કાંતિ જે પ્રકારે અંધકારનો નાશ કરે છે તે પ્રકારે બીજા સર્વગ્રહો વિકસ્વર હોય તો પણ કરી શકે નહીં. ।૩૩।। જિનેશ્વર વિશે વિચારણા.
શ્રી ભક્તામર સ્તોત્રના તેત્રીસમાં શ્લોકમાં એમ જણાવાયું છે કે હે જિનેશ્વર ! સમવસરણમાં દેશના આપતી વખતે અંધકારનો નાશ કરનાર પ્રકાશમાન સૂર્ય જેવી આપની કાંતિ હોય છે. આપના જેવી કાંતિ બીજા દેવોની હોતી નથી. બીજા ગ્રહોનો પ્રકાશ આપના તેજ પાસે કંઈ વિસાતમાં નથી. અહીં શ્લોકના પ્રારંભમાં જ પરમાત્માને જિનેશ્વર કહેવામાં આવ્યા છે. અગાઉના શ્લોકોમાં આપણે પરમાત્માને કરવામાં આવેલા સંબોધનો જેવા યોગીશ્વર, મુનીશ્વર વગેરે વિશે વિચારણા કરી હતી. ‘જિન’ શબ્દથી સૌ અતિ પરિચિત છે. જેણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય તે જિન કહેવાય. આત્માને વિભાવદશામાં ભ્રમણ કરાવનાર બહારના અને અંદરના શત્રુઓ ઉપર જેણે વિજય મેળવ્યો હોય તે જિન કહેવાય. તમામ જિતેન્દ્રિય આત્માઓને જિન કહી શકાય. તેવા સર્વ જિતેન્દ્રિય લોકોત્તમ પુરુષોમાં પણ જે લોકોત્તર પુરુષ સમાન છે તે જિનેશ્વર કહેવાય છે. અહીં આપણે આંતર બાહ્ય શત્રુઓ ઉપર વિજય પ્રાપ્તિના રહસ્ય વિશે અવશ્ય વિચારણા આવશ્યક છે. તે વિચારણા દ્વારા જ કયા પ્રકારે અને કયા માર્ગે જિન થઈ શકાય છે અને શા માટે પરમાત્માને જિનેશ્વર કહેવામાં આવ્યા છે તેનો સાચો ખ્યાલ આવી શકશે.
શ્રીઋષભ પ્રથમ જિનેશ્વર કેવી રીતે થયા?
પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને પોતે જે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું તેની તેમની આત્મામાંથી પરમાત્મપદ સુધીની યાત્રાનું રહસ્ય એ હતું કે તેમણે
Jain Education International
(૧૩૫)
For Priva
Personal Use Only
www.jainelibrary.org