________________
ભક્તામર શ્લોક ૩૧ छत्रत्रयं तव विभाति शशांककान्त - मुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम् । मुक्ताफलप्रकरजालयिवृद्ध शोभं,
प्रख्यापयत्रिजगतः परमेश्वरत्वम् ।। १ ।। ભાવાર્થ :
હે પ્રભુ! તમારા મસ્તક ઉપર ચંદ્રના જેવા મનોહર સૂર્યના કિરણોના પ્રતાપને ઢાંકી દેનાર, મોતીના સમૂહની રચનાથી વિશેષે શોભતાં ત્રણ છત્રો તમારું ત્રણ જગતનું સ્વામીપણું સૂચવે છે.
દેશના સમયે પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડલ અને દુંદુભિ હોય જ છે એટલે અશોકવૃક્ષનું વર્ણન કર્યું તેમાં ઉપલક્ષણથી બાકીના ચાર પ્રાતિહાર્યનું વર્ણન થઈ ગયું સમજવું. / ૩૧ ||
પરમાત્માના છત્રનો મહિમા શ્રી ભક્તામર સ્તોત્રના એકત્રીસમા શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે હે પ્રભુ તમારા મસ્તક ઉપર ચંદ્ર જેવા ધવલ, મનોહર ત્રણ છત્રો શોભી રહ્યાં છે જે સૂર્યના કિરણો ને ઢાંકી રહ્યા છે. આ છત્રો મોતીઓના સમૂહની રચનાથી વિશેષ રૂપે શોભી રહ્યાં છે. ત્રણેય છત્ર આપ ત્રણેય જગતનાં સ્વામી છો એમ પણ સૂચવે છે. વળી પ્રભુની દેશના સમયે, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડલ અને દુંદુભિ હોય છે. એટલે અશોકવૃક્ષના વર્ણનની સાથે બાકીના ચાર પ્રાતિહાર્યનું વર્ણન પણ આ રીતે આવી જાય છે.
આ અને આગળના શ્લોકમાં પરમાત્માના પ્રાતિહાર્યનું વર્ણન વિવિધ રીતે જણાવવામાં આવ્યું છે. તીર્થંકર પરમાત્માની અદભુત પુણ્ય સામગ્રીના કારણે દેવેન્દ્ર દ્વારા આઠ પ્રાતિહાર્યની રચના કરવામાં આવી છે. જેમાં આપણે અશોકવૃક્ષ, સિંહાસન, ચામરો વિશે આગળના શ્લોકોમાં જોઈ ગયા છીએ. અહીંયા આ શ્લોકમાં ત્રણ છત્રોની વાત કરવામાં આવી છે. છ ખંડના ધણી ચક્રવર્તી રાજાને માથે પણ તેઓ સિંહાસન ઉપર બેસે ત્યારે એક છત્ર ધરવામાં આવે છે. આવા ચક્રવર્તીના છત્ર કરતાં પણ અલૌકિક છત્ર દેવેન્દ્રનું હોય છે. પરંતુ દેવેન્દ્ર પોતે જ જ્યારે પરમાત્મા માટે છત્રની રચના કરે ત્યારે તે કેટલું અદ્ભુત હોય! જો કોઈ ચિત્રકાર મનુષ્ય લોકો તે સર્વશ્રેષ્ઠ ચિત્રકાર હોય અને
Jain Education International
For Price 2 e)sonal Use Only
www.jainelibrary.org