________________
ભક્તામર શ્લોક ૫ सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश ! कर्तुं स्तवं विगत शक्तिरपि प्रवृतः । प्रीत्यात्म वीर्यमविचार्य मृगो मृगेन्द्र, नाभ्येति किं निजशिशो: परिपालनार्थम् ।।५।।
ભાવાર્થ :
હે મુનીશ્વર ! હું શક્તિરહિત છતાં પણ તમારી ઉપરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. જેમ મૃગ પોતાનાં બચ્ચાનાં રક્ષણ માટે સિંહની સન્મુખ શું યુદ્ધ કરવા નથી દોડતો? દોડે છે જ.
સિંહ સામે મૃગનું પરાક્રમ હાંસીપાત્ર છે તેમ તમારું સ્તોત્ર કરવામાં હું હાંસીપાત્ર થઈશ. || પ.
મનને સાધે તે મુનિ અને પરમાત્મા છે મુનિશ્વર!
ભક્તામર સ્તોત્રની આ પાંચમી ગાથામાં પરમાત્માને સંબોધન કરતાં રચનાકાર એમ કહે છે કે હે, મુનિશ્વર ! અહીં સંબોધન મુનિશ્વર તરીકે જે કરવામાં આવ્યું છે તે ઘણું અર્થગંભીર છે. જેમ જેમ ગાથાઓ આગળ વધતી જાય છે તેમ તેમ તેના ઊંડાણમાંથી રહસ્યો અને નિધાનની પ્રાપ્તિ થતી હોય તેમ જણાય છે. મુનિશ્વર શબ્દને જરા વિસ્તારથી સમજીએ. પ્રથમ દષ્ટિએ તો એમ જણાય કે મુનિશ્વર એટલે મુનિઓના ઈશ્વર, મુનિઓના પરમાત્મા અર્થાત્ મુનિ માટે જે પરમેશ્વર છે તે આ વાત બરાબર છે. પરંતુ મુનિ કોને કહેવા? જેણે કાયાને શાંતમુદ્રામાં સ્થિર કરી કાયા દ્વારા મૌન ધારણ કર્યું હોય, જેણે વાણી દ્વારા મૌન ધારણ કર્યું હોય, જેણે ચિત્તની વિભાવનાઓને શાંત કરી ચિત્તનું મૌન ધારણ કર્યું હોય, જેણે મનના સંકલ્પ, વિકલ્પોને શાંત કરી, મનનું મૌન ધારણ કર્યું હોય અને જે હૃદયમાં ઊઠતા નૈસર્ગિક ભાવો તરફ પણ મૌન હોય, તેને મુનિ કહેવાય. જેણે મન, વચન, કાયા, ચિત્ત અને ભાવ આ સઘળાં પરત્વે મૌન ધારણ કર્યું હોય તેને મુનિ કહેવાય.
આવા મૌનની ઉત્તમ સ્થિતિ કાંઈ એકાએક ઉપલબ્ધ થતી નથી. મનની આસક્તિ અને રુચિ હોય ત્યાં મન દોડ્યા કરતું હોય છે. મને હંમેશા
Jain Education International
For Private Desonal Use Only
XO )
www.jainelibrary.org