________________
પરમાત્મા આ સર્વથી મુક્ત જિતેન્દ્રિય છે. જીવ કર્મ-બંધનથી ઘેરાયેલો છે. પરમાત્માએ સર્વ કર્મનો ક્ષય કર્યો છે. જીવ વિભાવમાં છે-પરમાત્મા સ્વભાવમાં છે. મિથ્યાત્વી જીવની ગતિ મિથ્યાત્વવાળી છે. પરમાત્માની સ્થિતિ સમ્યગ્ દર્શનરૂપી શુક્લ પક્ષની એકમથી સર્વસત્તારૂપી પૂર્ણિમાના ચંદ્રની જેમ સોળે કળાએ ખીલેલી છે. એટલે જ અહીં આદિનાથ પ્રભુને પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ જેવાં ઉજ્જવળ ગુણોના ધારક કહ્યા છે. અને પરમાત્માના આ ઉજ્જવળ ગુણો ત્રણે જગતને વિશે વ્યાપીને રહેલા છે, તેમ કહ્યું છે. જેવી રીતે પૂર્ણિમાનો ચંદ્ર પોતાના તેજ અને શીતળતા દ્વારા સમસ્ત પૃથ્વીના જીવોને આહ્લાદકતાનો અનુભવ કરાવે છે. તેવી રીતે પરમાત્માના અનંતાગુણો ત્રણે જગતને વિશે વ્યાપીને રહેલા છે.
અહીં વીતરાગ પરમાત્માના અનંતગુણો ત્રણે જગતમાં વ્યાપીને રહેલા છે. તેનો અર્થ એ રીતે ઘટાવવો યથાર્થ ગણાશે કે ત્રણે લોકના ચારે ગતિના સર્વજીવોમાં જે પરમ ચૈતન્ય રહેલું છે. તે ચૈતન્ય તત્ત્વ પરમાત્માના ચૈતન્ય તત્ત્વ જેવું જ છે. પરમાત્માનું ચૈતન્ય તત્ત્વ, પરમાત્માના અનંતગુણો અને પ૨માત્માની સર્વજ્ઞતા પ્રગટરૂપે જણાય છે. જ્યારે સર્વજીવોમાં રહેલા આ ગુણો સત્તામાં રહેલા હોવાથી પ્રગટરૂપે જણાતા નથી. જેવી રીતે મૂલ્યવાન હીરાને એક ડબ્બીમાં મૂકી તે એક પછી એક એમ મૂળ ડબ્બીને સાત ડબ્બીની અંદર બંધ કરવામાં આવી હોય અને સૌથી મોટી ડબ્બી તીજોરીમાં મૂકવામાં આવે અને તિજોરી મોટા મહેલના સાતમા રૂમના ખૂણામાં રાખેલી હોય તો પણ ડબ્બીમાં રહેલો હીરો, તેનું મૂલ્ય કે તેની ગુણવત્તા કાંઈ ઘટી જતી નથી. હવે એ આશય સ્પષ્ટ થઈ શકશે કે જે ગુણો પરમાત્મામાં છે, તે જ ગુણો પ્રત્યેક આત્મામાં છે. હીરો તો દૃષ્ટાંતમાં લીધેલું જડ દ્રવ્ય છે. જ્યારે પરમ ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય તો ત્રણે જગતમાં વ્યાપીને રહેલું છે. પ્રભુનું શરણ આપે સાચી સ્વતંત્રતા : ભૌતિક અને આધ્યાત્મિક !
ઉપરના સમગ્ર લખાણના સંદર્ભમાં આપણે બે વાત અહીં વિચારીએ છીએ. એક તો જીવ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો છે. અને પરમાત્મા પૂર્ણ વીતરાગી અને સર્વજ્ઞ છે. અહીં આ શ્લોકમાં એમ જણાવ્યું છે કે જેઓ આ ત્રણલોકના નાથને અદ્વિતીય એવા પરમાત્માને આશ્રયે રહ્યા હોય તેમને તેમની ઇચ્છા પ્રમાણે કરતાં કોણ રોકી શકે. અહીં આ પંક્તિઓ દ્વારા અર્થગંભીર અને રહસ્યપૂર્ણ વાત જણાવવામાં આવી છે. આ વાતને આપણે લૌકિક અને આધ્યાત્મિક બંને દષ્ટિએ વિચારીશું એટલે
Jain Education International
www.jainelibrary.org
For Private&rsonal Use Only
(૭૪)nal