________________
સામાન્ય જીવોની સ્થિતિ જગતના સામાન્ય જીવોની સ્થિતિ કાપડની અંદર રહેલાં બોકસમાં પેક કરેલા ફાનસ જેવી છે. પોતાની અંદર પ્રકાશ હોવા છતાં પોતાના પ્રકાશનો પોતાને અનુભવ થતો નથી. આપણે આ વિગત બે અર્થમાં તપાસીએ છીએ, એક તો અજ્ઞાનરૂપી બોક્સમાં જ્ઞાનરૂપી દીપકને ઢાંકી દેવામાં આવ્યો છે. તેના ઉપર રાગ, દ્વેષ, અહંકાર, મોહ જેવા જુદા-જુદા અનેક વસ્ત્રો વડે તેનું પેકિંગ કરવામાં આવ્યું છે. ફાનસનો દીપક તો જડ છે પરંતુ જે ચૈતન્ય સત્તા પ્રત્યેક જીવમાં એકસરખી પ્રકાશમાન છે તે ઉપર જણાવેલા આવરણોના કારણે તેના હોવાનો પણ અનુભવ થતો નથી. કોઈપણ જીવ નાનો હોય કે મોટો તે તો જીવની બહારની પર્યાય કે અવસ્થા છે. પરંતુ ચારગતિના કોઈપણ જીવનો આત્મા અસંખ્ય પ્રદેશવાળો છે. તે પ્રદેશો પ્રત્યેક જીવમાં સમાન છે. આમ છતાં આવરણોના કારણે જીવ આવરણથી યુક્ત છે. જેમ આગિયાનો પ્રકાશ કૃષ્ણ પક્ષના ઘોર અંધકારને કદાપિ દૂર કરી શકતો નથી. પરંતુ આગિયાના પ્રકાશની પ્રતીતિ ગમે તેવા અંધકારમાં પણ તેને જોવાથી થઈ શકે છે. તેવી જ રીતે ગમે તેટલો અજ્ઞાનરૂપી અંધકાર હોય અને ગમે તેટલા રાગ, દ્વેષ, મોહ, અહંકારના વસ્ત્રથી પ્રકાશને છૂપાવવામાં આવ્યો હોય આત્મારૂપી પ્રકાશને, તો પણ તેની પ્રતીતિ અવશ્ય થઈ શકે છે. કેમ કે આત્મારૂપી દીપક સ્વપરપ્રકાશક છે. તેનો સ્વભાવ જાણવાનો અને દેખવાનો છે.
આવું સ્પષ્ટપણે શાસ્ત્રોમાં જણાવ્યું છે. છતાં તેવો આત્મા અનુભવમાં કેમ નથી આવતો? તેની પ્રતીતિ કેમ થતી નથી? શું પ્રયત્ન કરવામાં આવે અથવા કેવી રીતે પ્રયત્ન કરીએ તો તેનો અનુભવ થાય? આનો જવાબ એ છે કે અનાદિથી ભવભ્રમણ કરતાં જીવે, અનાદિના સંસ્કાર અને અભ્યાસના કારણે, રાગ, દ્વેષ અને અજ્ઞાન સાથે એકત્વ બુદ્ધિ કરી છે. અહંકાર દ્વારા કર્તુત્વ બુદ્ધિ કરી છે. મમત્વ દ્વારા મોહાધીન છે. આ દશા ચારગતિની સમસ્ત જીવ રાશિની છે. તેથી જ અહંકાર અને મમત્વથી પુષ્ટ થયેલો જીવ જો સંસારી હોય છે; તો તે ધન-વૈભવ, પદ-પ્રતિષ્ઠા અને સંબંધોની માયાજાળમાં અહંકારથી પુષ્ટ થયેલો હોય છે. અને સન્યાસી હોય તો ઘર-બહાર છોડ્યાં, સંસાર ત્યાગ્યો અને બીજુ શું શું કંઈ કેટલુંયે છોડ્યું તે છોડવા અને ત્યાગવાની બાબતમાં તેનો અહંકાર અને કર્તુત્વ બુદ્ધિ બળવાન થતાં જતાં હોય છે. આમ વિવેકરહિત જીવ કોઈ પરિગ્રહ દ્વારા તો કોઈ અપરિગ્રહ દ્વારા પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
va(co) one