________________
ભક્તામર શ્લોક ૨૧ मन्ये वरं हरिहरादय एव दृष्टा, दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येन नान्य :, कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥२१॥
ભાવાર્થ :
હે નાથ ! હરિહરાદિક દેવો જે મેં પ્રથમ જોયા તે સારું થયું એવું હું માનું છું કેમ કે જે હરિહરાદિક દેવોને જોયા છતાં મારું મન તમારે વિષે સંતોષને અનુભવે છે. વધુમાં તમને જોવાથી એ ફળ થયું કે ભવાંતરમાં પણ બીજો કોઈ દેવ મારા મનને સંતોષ નહિ આપી શકે, તમને જોયા એથી સંતોષ છે કેમકે તે સંતોષના પરિણામે ફરી બીજા દેવોને જોવાનું મન નહિ થાય. / ૨૧/L સરાગીદેવોને ભજનાર જીવ અને પરમાત્માનો ભક્ત
કેવો હોય? શ્રી ભક્તામર સ્તોત્રના એકવીસમાં શ્લોકમાં પણ આગળના શ્લોકમાં જે રીતે જણાવ્યું છે તે દેવોનો ઉલ્લેખ કરી આચાર્ય ભગવંત એમ જણાવે છે કે હે નાથ, હરિહરાદિ દેવોને મેં જોયા તે સારું જ થયું કેમ કે તેમને જોવા છતાં મારું ચિત્ત આપને વિષે જ સંતુષ્ટ થાય છે. હરિહર આદિ દેવો સરાગી દેવો છે. તેઓ રાગયુક્ત છે. જ્યારે પરમાત્મા ઋષભદેવ પરમ વીતરાગી છે. અહીં જીવની બે અવસ્થા સમજવા જેવી છે. એક તો જીવ જ્યાં સુધી પોતે રાગવાળી સ્થિતિમાં છે, પોતાને જ્યાં સુધી સંસારનું આકર્ષણ છે અને જ્યાં સુધી તેની યથાર્થ વિવેક બુદ્ધિ જાગ્રત નથી થઈ ત્યાં સુધી પોતાની તે પ્રકારની વર્તમાન પર્યાયમાં તેને સંસારના સુખો આપનાર દેવો તરફ પ્રીતિ થાય છે. એટલું જ નહીં પણ તે હરિહર આદિ દેવોને ભજે છે. કારણ કે તેમની પાસેથી તેને લૌકિક સુખોની કામના હોય છે. આગળના શ્લોકમાં જોયું તેમ દેવો પોતે જ જ્યારે અપૂર્ણ છે અને તેમની ભક્તિ કરનારો જીવ પણ અપૂર્ણ છે. ત્યારે બંને વચ્ચે જે સંબંધ રચાય છે તે નિષ્કામ સેવક સ્વામીનો નથી હોતો પરંતુ જીવની સ્વાર્થપ્રેરિત લૌકિક સુખની આકાંક્ષા ઉપર રચાયેલો હોય છે. જો એક દેવની ભક્તિ કરવાથી પોતાનું માનેલું સુખ ન મળે તો જીવ દેવની પણ અદલાબદલી કરી ત્વરિત કામના પૂર્ણ કરનારની શોધમાં લાગી જાય છે. અને તે પ્રકારના દેવને તે ભજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org