________________
આશ્રય તેમના માટે આમ્રવાટિકામાં શીતળ છાયા સમાન છે. અહીં આશય એ છે કે પરમાત્માના ગુણોનો આશ્રય લેવો હિતાવહ છે. પરમાત્મા જે માર્ગે ચાલીને પરમપદને પામ્યા તે માર્ગે ચાલવું હિતાવહ છે. પરમાત્માએ જે પ્રક્રિયા, જે સમજણ, જે અંતર્મુખતા, જે આત્મપુરુષાર્થ અને જે સ્વભાવ ૨મણતા દ્વારા સર્વ કર્મોનો ક્ષય કરી પરમ વીતરાગતા પ્રાપ્ત કરી તે જ ત્રણે કાળમાં ત્રિવિધ તાપથી પીડાતાં સર્વ જીવો માટે પરમ હિતકારી માર્ગછે. આ જ અર્થમાં અહીં પરમાત્માને ત્રણે લોકની પીડાને હરનાર કહેવાયાછે. આ શ્લોકમાં આગળ એમ કહેવાયું છે હે પ્રભુ, આપ પૃથ્વીના નિર્મલ અલંકારરૂપ છો. તેથીઆપને નમસ્કાર હો, નમસ્કાર હો. પૃથ્વી ઉપર વિચરતાં મનુષ્યોમાં જેઓ અત્યંત સમૃદ્ધ હોય તેઓ મૂલ્યવાન રત્નજડિત મણિ વગેરેથી શોભતાં જેની કિંમત આંકતા ઝવેરીઓ પણ વિચારમાં પડી જાય તેવા અત્યંત મૂલ્યવાન આભૂષણો ધારણ કરે છે. પરંતુ સમસ્ત લોના સર્વ ધન-કુબેરોના તમામ આભૂષણોને એકઠા કરવામાં આવે તો પણ પરમાત્માના કેવળજ્ઞાનરૂપી આભૂષણની સામે તેમના આભૂષણો પથ્થર, કાંકરાથી વિશેષ કંઈ વિસાતમાં નથી. બીજી રીતે એમ પણ કહી શકાય કે આ પૃથ્વી ઉપરના સર્વ જીવોમાં મહાપુણ્યયોગે પ્રાપ્ત થયેલાં શાતાવેદનીયના સુખોને ભોગવતાં જીવો અને તેમના તે સુખો આપના કેવળજ્ઞાનરૂપી સુખની સામે ધૂળ બરાબર છે. અને તેથી જ પરમાત્માને આ ભૂતલ ઉપરની શોભારૂપ કહેવામાં આવ્યા છે.
તેઓ શા માટે પરમેશ્વર કહેવાય છે.
આગળ એમ કહેવાયું છે કે હે ત્રણે જગતના પરમેશ્વર તમને નમસ્કાર હો, નમસ્કાર હો. ઉપરની પંક્તિમાં પૃથ્વી ઉપરના નિર્મલ અલંકારરૂપ કહ્યાં પછી અહીં તેમને ત્રણે લોકના પરમેશ્વર કહેવામાં આવ્યા છે. આ ત્રણેલોકમાં પૃથ્વીલોક હો કે દેવલોક હો તે સર્વજીવો માટે તેઓ પરમેશ્વર છે. દેવગતિમાં દેવેન્દ્રો અને બીજા અનેક દેવો જ્ઞાની પણ છે. અને ઐશ્વર્યયુક્ત પણ છે. અને છતાં પણ પરમાત્મા ત્રણે લોકના સર્વજીવો માટે એટલા માટે પરમેશ્વર છે કે કોઈપણ જીવ જ્યાં સુધી પોતાના સર્વ કર્મનો ક્ષય કરી પોતાના નિર્મળ કેવળજ્ઞાનને પ્રગટ ન કરી શકે ત્યાં સુધી તે પરમાત્મપદને પામી શકતો નથી. આમ આ ભૂમિકા અને તેનાથી નીચેની ભૂમિકાવાળા ત્રણે લોકના સર્વજીવો માટે ખરેખર તે પરમેશ્વર છે, પરમશક્તિવાન છે. પ્રચુર વૈભવ અને જ્ઞાન હોવા છતાં આ જ કારણે દેવેન્દ્રો પરમાત્માની વિનમ્રપણે પૂજા અને ભક્તિ કરે છે. પરમાત્મા તરફ તેઓ સમર્પિત છે. કેમ કે પરમાત્મપદની પ્રાપ્તિ તે તેમનો આદર્શ છે અને
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૧૩)