________________
પરમાત્મદશાને પામે છે.
શ્રી ઋષભ જિનેશ્વરની સ્તુતિ કરતાં આ સ્તોત્રમાં પ્રભુને સંબોધીને કવિ કહેછે કે પરમાત્માનું રૂપ મેઘ-મંડળની પાસે અત્યંત ચમકી રહેલા અને અંધકારના સમૂહનો નાશ કરનારા એવા સૂર્યના બિંબ જેવું શોભી રહ્યું છે. પ્રભુની કાયાથી બારગણું ઊંચું અશોકવૃક્ષ વિષે એમ પણ કહી શકાય કે તે જેટલું ઊંચું છે તેટલી ઊંચાઈ સુધી અને તેના પરિઘની અંદર સમવસરણમાં બેઠેલાં ચારેગતિના જીવોને કોઈપણ પ્રકારની વ્યાકુળતા નથી હોતી. કોઈપણ પ્રકારની અશાંતિ નથી હોતી. સર્વ પ્રકારનાં શોકથી રહિત એવાં આ જીવો પોતાના જાતિ સ્વભાવને ભૂલીને, પારસ્પરિક વેરને ભૂલીને, પરમાત્માના દિવ્ય ધ્વનિને અશોકવૃક્ષની નીચે ઝીલી રહેલા એવા તે કાળે આત્માની અનુપમ શાંતિને વેદે છે. અશોકવૃક્ષ નીચે રહેલાં ભગવાનની વાત આ શ્લોકમાં કહીને આચાર્ય ભગવંતે ઘણો અર્થગંભીર બોધ આપ્યો છે.
Jain Education International
*
For Priva૨ ૨ sonal Use Only
www.jainelibrary.org