________________
આપણી આજુબાજુ રહેલી વેશ્યાની વાત પણ જાણીતી છે. આપણે જેવા પ્રકારના ધ્યાનમાં હોઈએ છીએ. જેમ કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન વિગેરે તે ધ્યાનના પ્રકાર પ્રમાણે વેશ્યાનો રંગ હોય છે.આ બધા ધ્યાન આપણાં બંધન અને મુક્તિથી સંબંધ ધરાવે છે. ધ્યાન છ પ્રકારના છે અને વેશ્યાઓ પણ છ પ્રકારની છે. તેમાં સૌથી ઉત્તમ ધ્યાન શુક્લ ધ્યાનછે અને તે સમયે વેશ્યા પણ શુક્લ પ્રકારની હોય છે. આપણી આજુબાજુના તેજસ અને કાર્મણ શરીરને આભામંડળ પણ કહી શકાય. આ આભામંડળની આજુબાજુ વર્તુળાકારે નિરંતર વિચારોનું સંક્રમણ ચાલુ હોય છે.
કોઈ પણ કર્મ ઉદયમાં આવે તે પહેલાં તે વિચાર દ્વારા મનમાં આવે છે. મન તે વિચારને જેટલા રસ અને આસક્તિપૂર્વક સ્વીકારી કાયારૂપ પ્રતિભાવ આપે છે, તેમ-તેમ નવા કર્મની શૃંખલા બનતી જાય છે. આ વિચારોની દુનિયા પણ અજબ-ગજબની છે. જો તમે સૂક્ષ્મ ધ્યાનપૂર્વક તેનું અવલોકન કરશો તો રાગ દ્વેષની ધરી ઉપર વર્તુળાકારે વિવિધ કષાયોમાં જેનું વિભાજન કરી શકીએ તેવા વિચારો નિયમિતપણે નિરંતર ચાલતા હોય છે. વિચારો સ્વયે જડ હોવા છતાં તેની સાથે આપણે એકત્વ બુદ્ધિ કરી છે. અને સમસ્તજીવન વિચારદશાના આધારે મનની ભૂમિકા ઉપર ચાલ્યા કરે છે અને એ રીતે કર્મબંધ અને ભવભ્રમણ ચાલ્યા કરે છે. અનુભવથી દરેકને જણાશે કે પોતે વિચારથી કદાપિ મુક્ત રહી શકતો નથી. વિચારો સતત ચાલ્યા કરે છે. અને જે વિચારો ચાલે છે તે આત્મનિવેદનપૂર્વક નિખાલસતાથી કોઈ કબૂલ કરે તો એમ સ્પષ્ટ જણાશે કે તમામ વિચારો આત્મા સિવાયના જ વિચારો હોય છે. કોઈ આત્માના વિચારો કરતું નથી તેથી આ પ્રકારનો વર્ગ, જે સૌથી વિશાળ વર્ગ છે, તેને તો આત્માના વિચારો સાથે કાંઈ લેવા-દેવા નથી તેમ કહી શકાય કેમ કે આ મોટો વર્ગ તો આત્માના વિચારો જ કરતો નથી પછી તેને આત્માથી શી રીતે નિસ્બત હોઈ શકે?
“વિચારક”નું પરિવર્તન થાય પછી આત્મજ્ઞાન થાય.
ઉપરની બધીજ બાબતોને આ શ્લોકના અશોકવૃક્ષ સાથે કઈ રીતે સંબંધ છે તે વિચારણા હવે આપણે આગળ કરીશું. જે લોકો આત્માના વિચારો કરે છે. આત્મચિંતન કરે છે. હિમાલય, જૂનાગઢ, તારંગા કે ઈડરની ગુફાઓમાં જઈને બેસે છે. તેમને પણ ઘણું-ઘણું આત્મચિંતન કરવા છતાં આત્મા હાથમાં નથી આવતો તેનું શું કારણ? તેનો જવાબ એક જ છે, સંસારી સંસારના વિચારોમાં તલ્લીન છે. સાધુ આત્માના વિચારોમાં લીન છે તો પણ આત્માનો અનુભવ
For Prica 2o)onal Use Only
Jain Education International
www.jainelibrary.org