________________
ભક્તામર શ્લોક ૨૯ सिंहासने मणिमयूखशिखाविचित्रे, विभ्राजते तव वपुः कनकावदातम् । बिम्बं वियद्विलसदंशुलतावितानं, तुड्गदयाद्रिशिरसीव सहस्त्ररश्मे : ॥ २९ ।।
ભાવાર્થ :
હે ભગવાન્ ! રત્નના કિરણોના અગ્રભાગથી વિવિધરંગવાળા સિંહાસન ઉપર તમારું સુવર્ણ જેવું સુંદર શરીર ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઉપર જેનાં કિરણોનો સમૂહ આકાશમાં શોભી રહ્યો છે એવા સૂર્યના બિંબ જેવું શોભે છે.
|| રેલી
પ્રભુના સિંહાસનનો મહિમા અને વર્ણના
શ્રી ભક્તામર સ્તોત્રનો ઓગણત્રીસમો શ્લોક પણ આગળના અઠ્ઠાવીસમાં શ્લોક જેવી બોધની ઉત્તમ વાત લઈને આવે છે. આ શ્લોકમાં એમ જણાવ્યું છે કે હે પ્રભુ, આપ એવા અલૌકિક સિંહાસન પર બિરાજમાન છો. જે રત્ન અને મણિઓથી જડેલું છે. અને તે રત્નોમાંથી નીકળી રહેલાં વિવિધ કિરણોથી સિંહાસન ખૂબ શોભી રહ્યું છે. આગળ જે અષ્ટપ્રતિહાર્યની વાત કરી છે તે દરેક ચિન્હ દેવેન્દ્ર દ્વારા સર્જાયેલ હોય છે. અને તે દરેકને તેની પોતાની વિશિષ્ટતા પણ છે. સમવસરણની અંદર જે અલૌકિક સિંહાસન ઉપર સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા બિરાજમાન છે. તેની શોભાની શી વાત કહેવી ! સિંહાસન રત્નજડિત છે. તેના અત્યંત બહુમૂલ્યવાન રત્નોમાંથી વિવિધ પ્રકારનાં કિરણો નીકળી રહ્યાં છે. અહીં આ વાત જરા વિગતથી વિચારીએ કોઈ રાજાની સભામાં સામંતો, મંત્રીઓ, સેનાપતિ વિગેરેના આસનો તેમના પદ અને અધિકારના સંદર્ભમાં તેમને અપાય છે. તેથી સભામાં રાજાનું સિંહાસન બધાથી ઊંચું અને સર્વાધિક મૂલ્યવાન હોય છે. રાજાઓમાં પણ જે સર્વશ્રેષ્ઠ રાજવી છ ખંડનો સ્વામી અને ચક્રવર્તી હોય તેનું સિંહાસન કેટલું બધું મૂલ્યવાન હોય! આવા ચક્રવર્તીના સિંહાસન કરતાં દેવેન્દ્રનું સિંહાસન અધિક મૂલ્યવાન છે. અને તે દેવેન્દ્ર જ્યારે પોતાના સ્વામી અને ત્રણેલોકના નાથ વીતરાગ પરમાત્મા માટે પોતે જે સિંહાસન બનાવ્યું હોય, પોતાના હૃદયમાં જેમના માટે અખંડભક્તિની ધારા વહેતી હોય, પોતે જેને સમર્પિત હોય અને મન-વચન-કાયાના યોગથી જેના અણુએ અણુમાં પરમાત્માનો અપૂર્વ મહિમા હોય તેવા તીર્થંકર પ્રભુનું આસન કેટલું સર્વોત્કૃષ્ટ હોય એ આપણી કલ્પનામાં પણ આવી શકે તેમ નથી!
For Pr(923)sonal Use Only
Jain Education International
www.jainelibrary.org