________________
જ્યારે અહીં તો જીવ પોતે તર્યો ન હોય અને બીજાને તારવા મથતો હોય. અહીં જીવ ક્યાં તો મિથ્યાત્વના કારણે રોકાયો ક્યાં મોક્ષમાર્ગની યાત્રામાં લલચાઈને ઉતારા શોધવા માંડ્યો. આવા ઉતારા તેણે જીવોના કલ્યાણના નામે બહિર્મુખતાથી પ્રગટ રીતે સંબંધિત જ્યારે-જ્યારે શોધ્યા ત્યારે-ત્યારે તેના ફળસ્વરૂપે શુભમાં પ્રવૃત્ત હોવાથી પુણ્ય અર્જિત કર્યું અને તેના ફળ ભોગવ્યાં પણ મોક્ષમાર્ગ ઉપર આગળ વધી શક્યો નહીં. ખાંડાની ધાર જેવો આ માર્ગ છે. ગામઠી ભાષામાં કહીએ તો માથા સાટે માલ છે. આમ ગુણોને આશ્રય આપતાં-આપતાં સર્વગુણોને આશ્રય આપી આત્મામાંથી પરમાત્મા સુધી આદિપુરુષ શ્રી ઋષભ જિનેશ્વર પહોંચ્યા અને જગતમાં તે એકમાત્ર એવા હતા જેણે સર્વગુણોને આશ્રય આપ્યો. અને જેનાથી સમસ્ત દોષી ત્રણેકાળને માટે નિરંતર જોજનો દૂર રહ્યાં. તાત્પર્ય કે તેમનામાં દોષોનો સર્વથા અભાવ હતો. જીવ વિભાવ અવસ્થામાં સ્વપ્રમાં પણ પ્રભુનું દર્શન
કરી શક્તો નથી? આગળ જણાવ્યું છે તેમ ઉન્નતિ કરતાં પતન સહેલું છે. શિખર પર ચઢવા કરતાં ઢાળ ઉતરવો સહેલો છે. તે રીતે જે સહેલું જણાયું તે જગતના જીવોએ કર્યું. દોષોને તેમણે આશ્રય આપ્યો. અવગુણોને પંપાળી-પંપાળીને મોટા કર્યા. તેમનામાં જ તેમણે નિરંતર રુચિ અને પ્રીતિ રાખી. તેથી ખુદ અવગુણોને અભિમાન આવ્યું. ભલે પ્રભુએ અમને આશ્રય ન આપ્યો પણ ત્રણે લોકના જીવોમાં કેવા મોજથી અમે રહીએ છીએ. અનંતકાળથી દરેકેદરેક ભવમાં ત્રણેલોકના જીવો માટે અને પરસ્પરને આશ્રયરૂપ છીએ, આ કાંઈ અમારી જેવી તેવી મહત્તા છે ? અહીં આગળ એમ પણ કહેવાયું છે કે જગતના જીવોમાં ત્રણેલોકમાં દોષો આશ્રયસ્થાન પામ્યા છે. તેથી તેઓ ત્રણેલોકના જીવોથી પરિચિત છે. તેમના પરમસખા અને સ્નેહી છે. પરંતુ હે ગુણસાગર પ્રભુ આપનાથી તે એટલાં બધાં અપરિચિત છે કે આપને આ અવગુણોએ કદાપિ જોયા, જાણ્યા કે અનુભવ્યા નથી. આપના વિષે તેમને કદાપિ કોઈ વિચાર પણ આવ્યો નથી. તો પછી નિદ્રામાં કે સ્વપ્રમાં પણ તેઓએ આપને ન જોયા હોય તેમાં શું આશ્ચર્ય છે. અહીં આશય અને ગૂઢ રહસ્ય એ છે કે અવગુણ અને દોષોથી ભરેલો જીવ, રાગદ્વેષ અને અજ્ઞાનથી સંયુક્ત જીવ, મોહ અને આસક્તિથી ઘેરાયેલો જીવ, જાગૃતિ કે સ્વપ્રમાં પણ કદાપિ પ્રભુના દર્શન કરી શકતો નથી. જેને તે પ્રભુના દર્શન કરી શકતો નથી તેમ પ્રભુમાં કોઈ દોષ કદાપિ પ્રવેશી શકતો નથી. એનો અર્થ એ છે કે પરમાત્માના શુદ્ધ દ્રવ્ય જેવું જ
For Pr(993 rsonal Use Only
Jain Education International
www.jainelibrary.org