________________
ભક્તામર શ્લોક ૨૭
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेष स्त्वं संश्रितो निखकाशतया मुनीश ! दोषैरुपात्तविविधाश्रयजातगर्वै:, स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ||२७||
ભાવાર્થ :
હે મુનીશ્વર! અમને એમ લાગે છે કે અન્ય સ્થળે આશ્રય નહિ મળવાથી જ બધા ગુણોએ તમારો આશ્રય કર્યો છે. એમાં શું આશ્ચર્ય ? તેમજ અનેક સ્થળે આશ્રય પામવાથી જેમને અભિમાન થયું છે તે દોષોએ કોઈ વખત સ્વપ્રમાં પણ તમને જોયા નથી તેમાં પણ શું આશ્ચર્ય ?
અર્થાત્ બધા ગુણોએ તમારામાં આશ્રય કર્યો છે. ૨ના
પરમાત્મા ગુણસાગર છે
શ્રી ભક્તામર સ્તોત્રના સત્તાવીસમા શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે હે મુનિવર, અમને એમ લાગે છે કે અન્ય સ્થળે આશ્રય નહીં મળતા બધા ગુણોએ તમારો આશ્રય લીધો છે. તેનું આશ્ચર્ય પણ શા માટે થાય ? કેમકે જેને બીજા કોઈએ પણ આશ્રય ન આપ્યો તે સર્વગુણોને આપે આશ્રય આપેલો છે.
આ રીતે પ્રભુને ગુણોના સાગર પણ કહી શકાય. આ શ્લોક કેટલાક સ્પષ્ટ સત્યોને રજૂ કરે છે. આ જગતમાં બે તત્ત્વો પ્રધાનપણે રહેલા છે. ગુણ અને અવગુણ. જેની પાસે સાચી બુદ્ધિ અને દૃષ્ટિ હોય છે તે ગુણને ગ્રહણ કરે છે અને મિથ્યાબુદ્ધિ અને મિથ્યાદૃષ્ટિ હોય છે તે અવગુણને ગ્રહણ કરે છે.આ શ્લોકમાં પરમાત્મા આ રીતે ગુણસાગર કહેવાતા હોવાનું કારણ તેમની સત્યબુદ્ધિ અને સાચી દષ્ટિ છે.જ્યાં સુધી જીવમાં મિથ્યાબુદ્ધિ અને મિથ્યાદષ્ટિ હોય ત્યાં સુધી તે અવગુણોનો આશ્રય લે છે. અથવા તે સ્વયં અવગુણોનું આશ્રયસ્થાન બને છે.
ઉન્નતિ અને પતનનો ક્રમ, પર્વતના રૂપક દ્વારા સમજૂતી
આ વસ્તુ જરા સ્પષ્ટતાથી વિચારીએ તો એમ કહી શકાય કે પર્વત ઉપરથી પાણીને હંમેશા ઢાળ તરફ વહેવું ગમે છે. અનુભવ પણ એમ કહે છે કે ઢાળ ઉતરવો સહેલો છે પણ ઢાળ ઉપર ચઢવું કઠણ છે. પર્વતની ઊંચાઈએ શિખર
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૧૫)