________________
તેની ચતુર્યામિ સહજ અવસ્થામાં સમસ્ત જીવ રાશિની ત્રણે કાળની સર્વ પર્યાયો વર્તમાનવત્ - યુગ્મત્ ઝળકતી હોય છે, શુદ્ધાત્મામાં પ્રકાશતી હોય છે. સર્વશ વીતરાગ પરમાત્મા તે સહજ રીતે જાણે છે.
પરિણામે બંધ અને પરિણામે મોક્ષની વાત.
જે સર્વજ્ઞતા અને વીતરાગતા પરમાત્માએ પ્રગટ કરી તેને પ્રગટ કરી શકવાની સંભાવના દરેક જીવમાં રહેલી છે. એ રીતે જૈન દર્શન પુરુષાર્થ પ્રધાન છે. તેમાં આત્માની સંપૂર્ણ સ્વતંત્રતા અને સ્વાધીન દશાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અહીં કદાચ ઉપર જણાવેલી આગળની વિગતને વાંચીને કોઈને એમ શંકા કે પ્રશ્ન થાય કે દરેક જીવના ભવો અતીતના, વર્તમાનના અને ભવિષ્યના પરમાત્માના જ્ઞાનમાં હોય અને જીવનો ક્યારે મોક્ષ થવાનો છે. કેટલા ભવ પછી મોક્ષ થવાનો છે, તે પણ જો નક્કી હોય તો મોક્ષપ્રાપ્તિના પુરુષાર્થની આવશ્યકતા શી છે ? અહીં જૈન કથાનુયોગનું પ્રસન્નચંદ્ર રાજર્ષિનું જાણીતું દાંત અને તે અંગે ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ પ્રસન્ન ચંદ્ર રાજર્ષિની બે ભિન્ન-ભિન્ન અવસ્થાઓ અંગેનો આપેલ જવાબ આ શંકાના અનુસંધાનમાં અત્યંત સૂચક અને નિર્ણાયક છે. તેમની પ્રથમ ધ્યાનસ્થ અવસ્થામાં મુનિપણામાં હોવા છતાં પુત્ર-મોહના વિચારોમાં તેના કલ્યાણ અર્થે જે ઉગ્રતાયુક્ત વિચારોમાં ગતિ કરે છે. ત્યારે બહારમાં તે ધ્યાન ધરતા હોવા છતાં પ્રભુએ તેમને નરકાદિ ગતિમાં જનાર કહ્યા અને એ જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ થોડા સમય પછી પોતાની હીન સ્થિતિનું ભાન થતાં શુદ્ધાત્મદશામાં વર્તે છે ત્યારે વીરપ્રભુએ તેમને મોક્ષગામી કહ્યા. આ જૈનદર્શનની વિશિષ્ટતા છે. ઉચ્ચકોટિની તટસ્થતા છે. અને તે ન્યાયપૂર્ણ સિદ્ધાંત પ્રસ્થાપિત કરે છે કે આત્માના ઉપયોગ અને પરિણામ ઉપર જ તેના બંધ અને મોક્ષનો આધાર છે. તેના ભવ-ભ્રમણ અને ભવ અંતનો આધાર છે.
પરમાત્માની અન્ય દેવો સાથેની તુલના
આત્મા પોતાનાં કર્મ પ્રમાણે ચારેગતિમાં ભ્રમણ કરે છે. તેમાં દેવાદિક ગતિમાં હોય ત્યારે તેની પાસે રિદ્ધિ, સિદ્ધિ, ઐશ્વર્ય અને વિશેષ પ્રકારનાં જ્ઞાન હોય છે. તે વૈક્રીયિક રૂપ પણ ધારણ કરી શકે છે. આમ તેનું જ્ઞાન, બુદ્ધિ અને ઐશ્વર્ય વિપુલ પ્રમાણમાં હોય છે. અહીં આ શ્લોકમાં એમ જણાવાયું છે કે હે પ્રભુ! આપનામાં જે રીતે કેવળજ્ઞાન પ્રકાશે છે તેવી રીતે તે હરિહર આદિ દેવોમાં પ્રકાશતું નથી. આપનું કેવળજ્ઞાન અત્યંત મૂલ્યવાન દેદીપ્યમાન રત્નમણિની
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૯૫)