________________
અર્થાત્ સર્વ જન્મોને વર્તમાનવત જાણે છે. આમ પરમાત્માનું કેવળજ્ઞાન આટલું વ્યાપક હોવા છતાં પરમાત્મા જીવોની પર્યાય, દશા અને સ્થિતિને જાણવા માટે પોતાનો ઉપયોગ કે પુરુષાર્થ તેમાં મૂકતા નથી. કેવળજ્ઞાની પરમાત્માની સહજ અવસ્થામાં તેમના જ્ઞાનમાં સહજપણે આ બધું આવતું હોય છે.
પરમાત્માને અચિત્ય પણ કહેવાયા છે તે એટલા માટે કે આપણા સામાન્ય ચિંતનમાં સત્ય, અહિંસા, દયા, શાંતિ, સમતા, ક્ષમા વિગેરે ગુણો સરળતાથી આવી શકે છે. પરંતુ અહીં તો અચિંત્ય દ્વારા એમ કહેવાયું છે કે મહાજ્ઞાનીઓ કે વિદ્વાનો પણ આપનામાં રહેલા અનંતાગુણો વિષે ગમે તેટલું ચિંતન કરે તો પણ તે અનંતાગુણો અને તેનું યથાર્થ સ્વરૂપ તેમના ચિંતનમાં આવી શકતું નથી. તેટલા માટે પરમાત્માને અચિત્ય કહેવામાં આવ્યા છે. આમ પરમાત્માના ગુણો અનંતા છે, તે સંખ્યાતીત છે. તેથી પરમાત્માને એક સંબોધન “અસંખ્ય” પણ કરવામાં આવેલ છે.
પરમાત્માને આદ્ય પણ કહેવામાં આવ્યા છે કેમ કે વર્તમાન ચોવીસીના તે પ્રથમ તીર્થકર છે તે આદિમાં છે, પ્રથમ છે. શરૂઆતમાં છે. તેથી તેમને આદ્ય કહેવાયા છે. પરમાત્માને બ્રહ્માના નામથી પણ સંબોધન કરવામાં આવ્યું છે. અહીં આપણે બે રીતે અર્થઘટન કરી શકીએ અત્યંત પ્રાચીનકાળમાં કર્મભૂમિના પ્રારંભકાળમાં જીવનનિર્વાહની તમામ પદ્ધતિઓનું, કળાઓનું શિક્ષણ આપનાર તેઓ શિક્ષાગુરુ હતા. તેથી તે અર્થમાં તેમને બ્રહ્મા કહી શકાય અને બીજું અર્થઘટન એ છે કે બ્રહ્મ એટલે આત્મા, પોતાનું નિજ સ્વરૂપ તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. તેની પ્રાપ્તિનો માર્ગ કયો છે. આ બધાનું જ્ઞાન આપનાર આત્મ પ્રાપ્તિ કરાવનાર મોક્ષમાર્ગ પ્રકાશક પરમાત્મા હોવાથી તેમને બ્રહ્મા શબ્દથી સંબોધન કરવામાં આવે છે. તે બ્રહ્મની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર હોવાથી બ્રહ્મા કહેવાયા છે.
પરમાત્માને તેઓ અનંત-ગુણોના ધારક હોવાથી અનંત કહેવામાં આવે છે. તેઓ અનંત-શક્તિના ધારક હોવાથી તેમને ઈશ્વર કહેવામાં આવે છે. યોગીઓ તેમનું ઈશ્વર તરીકે આરાધન કરતા હોવાથી તેઓ યોગીશ્વર પણ કહેવાય છે. સંતો તેમને જ્ઞાન સ્વરૂપ અને નિર્મળ પણ કહે છે. પરમાત્માને અનંગ-કેતુ પણ કહેવામાં આવ્યાં છે. અનંગ-કેતુનો અર્થ શરીર રહિત કે અનુપમ સુંદર એવા કામદેવનો નાશ કરનારા કેતુરૂપ કહેવામાં આવ્યા છે.
Jain Education International
For Prvate & Personal Use Only
(૧૦)
www.jainelibrary.org