________________
તેવું બતાવે છે. આ સંદર્ભમાં પરમાત્મા ખરેખર બુદ્ધ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શ્રીકૃષ્ણ કહેવાય છે.
નવતત્ત્વનું સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ ખરેખર તો જીવ અને અજીવ આ બે ભાગમાં વહેંચાયેલું છે. જડ અને ચેતન એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. જે જડ છે તે ત્રણેકાળમાં જડ છે અને જે ચેતન છે તે ત્રણે કાળમાં ચેતન છે. જડ અને ચેતનનો સ્વભાવ હંમેશા ભિન્ન છે. જડ કદાપિ ચેતન થઈ શકતો નથી અને ચેતન કદાપિ જડ ન થઈ શકે. આમ છતાં સંયોગ સંબંધ જડ અને ચેતન બંને સાથે હોય તેમ બની શકે. દૂધ અને પાણી જેમ સાથે હોય તો તે એકરૂપ દૂધ દેખાતું હોવા છતાં તેમાં દૂધ, દૂધરૂપેછે અને પાણી પાણીરૂપે છે. દૂધને ગરમ કરવાથી ગરમ થયેલું પાણી વરાળરૂપે દૂધથી છૂટું પણ પડી શકે. આ રીતે સંયોગ સંબંધે જડ શરીરના પુદ્ગલ પરમાણુઓ અને આત્માના આત્મપ્રદેશો એકીસાથે રહેલા છે. સામાન્ય જીવોને મૃત્યુ આદિ પ્રસંગો વખતે શરીરથી આત્મા જુદો છે; તેટલી જાણ હોય છે, માહિતી અને શ્રદ્ધા બંને અલગ છે. જીવની માહિતીમાં જડ-ચેતન ભિન્ન છે. પરંતુ અનાદિના સંસ્કાર અને અભ્યાસના કારણે શ્રદ્ધામાં તે શરીર અને આત્માને એક માને છે. જેને તત્ત્વદષ્ટિએ દેહાધ્યાસ કહેવામાં આવે છે. દેહાધ્યાસની તેની આ દઢ શ્રદ્ધાના કારણે તે કર્મ બાંધે છે. તેથી તે કર્મનો કરનાર હેવાથી જીવ ર્તાપણાના કારણે કર્મ-બંધનમાં લપેટાતો જાય છે. જે કર્મ તેણે બાંધ્યું હોય તે જ કર્મનું ફળ પણ તેણે ભોગવવું પડે છે. તેથી તે કર્મનો ભોક્તા પણ છે. જીવ કર્મનો કર્તા અને ભોક્તા હોવાથી તેને શુભકર્મનું શુભફળ મળે છે અને અશુભકર્મનું અશુભફળ મળે છે અને તેવા ફળોને તે ભોગવે છે. તેથી શુભાશુભકર્મના કારણે પુણ્ય-પાપનાબંધ પણ થાય છે. જીવના કર્મરતપણાને કારણે આશ્રવ પણ ચાલુ રહે છે. આશ્રવ એટલે કર્મબંધની સતત ચાલતી પ્રક્રિયા પણ કહી શકાય. અહીં સુધી જીવના ભવ-ભ્રમણના કારણની તાવિક વાત આપણે કરી.
આ જ વાતને સરળ દષ્ટાંતથી એ રીતે સમજી શકાય કે જીવ જ્યારે પોતાના દેહ સહિત સ્ત્રીપુત્ર આદિમાં તેમનાં જડ શરીર પર પોતાપણું કરે અર્થાત આ બધાં મારાંછે એમ માને અને આ માન્યતા એટલી દઢ શ્રદ્ધાવાળી હોય છે કે જીવનમાં દરેક પ્રસંગે, દરેક મિનિટે, જાગતાં કે સ્વપ્રમાં, નિદ્રામાં તે આ માન્યતાના આધારે જ જીવે છે. એક આત્મા સિવાય તેનું પોતાનું કંઈ નથી. જે પોતાનું નથી તેણે તેને પોતાનું માન્યું છે. અને જે પોતાનું છે તેની તેને વિસ્મૃતિ કરી છે કે ઘોર ઉપેક્ષા કરી છે. તેના કારણે તેની બુદ્ધિ જે ખોટું છે તેને સાચું માની બેઠી છે. અને જે સાચું છે તેનો શ્રદ્ધામાં
For Priva(290)nal Use Only
Jain Education International
www.jainelibrary.org