________________
ભક્તામર શ્લોક ૨૫
बुद्धस्त्वमेव विबुधार्चित ! बुद्धिबोधात्, त्वं शड़करोऽसि भुवनत्रय शङ्करत्वात् । धाताऽसि धीर! शिवमार्गविधेर्विधानात्,
વ્ય ત્વમેવ મવન્ ! પુરુષોત્તમોઽસ II ૨૧ ||
ભાવાર્થ :
દેવોથી પૂજાયેલા હે પ્રભુ! પદાર્થોમાં બુદ્ધિનો પ્રકાશ કરવાથી તમે જ બુદ્ધ છો. ત્રણ ભુવનના પ્રાણીઓને સુખ આપનાર હોવાથી તમે જ શંકરછો. હે ધી૨! મોક્ષમાર્ગની વિધિના બતાવનાર હોવાથી તમે જ ધાતા સર્જનહારછો. હે ભગવાન! તમે જ પ્રગટ રીતે પુરુષોને વિષે ઉત્તમ હોવાથી પુરુષોત્તમ છો. I॥૨૫॥
પરમાત્માના વિવિધ સંબોધનોની યથાર્થતા
શ્રી ભક્તામર સ્તોત્રના પચ્ચીસમા શ્લોકમાં પણ અગાઉના શ્લોકમાં જણાવ્યા પ્રમાણે પરમાત્માના અનેક નામ હોવાથી તેમાના કેટલાકનો અહીં સંબોધન દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એમ કહેવાયું છે કે હે પ્રભુ, આપ બુદ્ધદેવછો અને તેથી દેવો આપને પૂજે છે. એમ પણ કહી શકાય કે આપ કેવળજ્ઞાની હોવાથી ગણધર આદિ પણ આપને પૂજેછે. ચારેગતિમાં જીવની અવસ્થા ાં ‘“બદ્ધ” ની હોય અથવા ‘‘બુદ્ધ’' ની હોય. બુદ્ધ એ બંધનનો પર્યાયવાચી શબ્દ છે. બુદ્ધ એ મુક્તિનો પર્યાયવાચી શબ્દ છે. એક કર્મબંધનમાં ઘેરાયેલો છે. તો અન્ય સર્વ કર્મથી રહિત હોવાથી મુક્ત છે. આમ પરમાત્માએ સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કર્યું હોવાથી તે બુદ્ધ કેહવાય છે. વળી પરમાત્મા ત્રણે લોકના સમસ્ત જીવોનું કલ્યાણ કરનાર હોવાથી તેમને “શંકર' તરીકે સંબોધન કરવામાં આવેલછે. વળી રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગનો તે સાચો ઉપદેશ આપનાર હોવાથી - મોક્ષપુરીનો માર્ગ બતાવનાર હોવાથી તેમને વિધાતા અર્થાત્ બ્રહ્મા પણ કહેવામાં આવે છે. આમ જગતના જીવો તેમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ વિગેરે નામથી પણ ઓળખે છે. સંસારીજીવો આ નામે દેવોને સંબોધન કરે છે. પરંતુ આપ અદ્વિતીય લોકોત્તર ગુણોના ધા૨ક હોવાથી ખરેખર આપ જસાચા દેવછો. આ શ્લોકમાં પરમાત્માને રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના પ્રકાશક કહ્યા છે. પરમાત્મા ત્રિપદીનું સાચું સ્વરૂપ બતાવનાર છે. પરમાત્માએ વસ્તુનું સ્વરૂપ જેવું જોયું, જાણ્યું અને અનુભવ્યું For P(૧૯)rsonal Use Only
Jain Education International
www.jainelibrary.org