________________
બહિરાત્મદશામાંથી અંતરાત્મદશા પ્રગટાવી અને સમ્યગ દષ્ટિ થશે.
અંતરાત્મદશા અને મોક્ષપ્રાપ્તિનો ઉપાયઃ
ઉપરના સંદર્ભમાં અને આ શ્લોકની આગળની પંક્તિઓમાં હવે વિચારીએ તેમાં એમ જણાવાયું છે કે હે પ્રભુ, તમને અંતઃકરણની શુદ્ધિ વડે પામીને પ્રાણીઓ મૃત્યુને જીતે છે અને સિદ્ધ થાય છે. આ સિવાય બીજો કોઈપણ ઉપદ્રવ રહિત મોક્ષનો માર્ગ નથી. અહીંયા ઘણી ગૂઢ વાત ઘણી સરળ રીતે કહેવામાં આવી છે. જીવ જ્યારે બહિરાત્મદશાનો ત્યાગ કરી અંતરાત્મદશા તરફ વળે ત્યારે સહજ રીતે જ અંતઃકરણની શુદ્ધિનું કાર્ય શરૂ થઈ ચૂક્યું હોય છે. મલિન જળને જે રીતે કતકફળ વડે નિર્મળ અને પીવા યોગ્ય શુદ્ધ જળ બનાવાય છે. તે રીતે અંતર્મુખતા દ્વારા આત્માર્થીઓ અને મુનિવરો અંતઃકરણની શુદ્ધિમાં ઉગ્ર પુરુષાર્થ ઉપાડી પ્રજ્ઞા છીણી વડે ભેદ વિજ્ઞાનમાં પારંગત થઈ પોતાનાં આત્મસરોવરને એવું પારદર્શક અને નિર્મળ બનાવે છે કે ક્રમે-ક્રમે તે મન:પર્યવ, અવધિ અને કેવળજ્ઞાનની કક્ષાએ પહોંચે છે. અંતઃકરણ શુદ્ધ થતા કમરહિત થયેલો આત્મા પરમાત્મપદને પામે છે. તેનાં જન્મ-મરણ ટળે છે. તે મૃત્યુ ઉપર વિજય મેળવે છે. તે સિદ્ધ પદને પામે છે. આ પદને પામ્યા પછી ફરી જન્મ લેવાનો કે મરણનો કોઈ પ્રશ્ન રહેતો નથી. સિદ્ધ દશામાં આત્મા અનંતકાળ સુધી સમાધિ સુખમાં બિરાજે છે. અતીન્દ્રિય આનંદ અને પોતાનાં પૂર્ણજ્ઞાન અને અનંતાગુણો સહિત તે પરમપદને પામે છે.
આમ આ શ્લોકમાં સામાન્ય જીવ પોતાના ભવ-ભ્રમણને ટાળી સમ્યગદર્શન પામી સિદ્ધ દશાને પ્રાપ્ત કરતાં તે પરમપદને પામે છે કે જે પરમપદ પ્રથમ તીર્થકર શ્રી ઋષભ જિનેશ્વરે પ્રાપ્ત કર્યું તે વિષે આ સ્તોત્રના ત્રેવીસમાં શ્લોકમાં સૂક્ષ્મ તત્ત્વ અને મોક્ષમાર્ગ ની વાત જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
(૧૦૫).
www.jainelibrary.org