________________
ભક્તામર શ્લોક ૨૩
त्वामामनन्ति मुनयः परमं पुमांस, मादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेवसम्यगुपलभ्य जयन्ति मृत्युं, નાન્યઃ શિવઃ શિવવવસ્ય મુનીન્દ્ર ! વન્યાઃ ॥ ૨૩ II
ભાવાર્થ :
હે મુનીન્દ્ર ! મુનિઓ તમને ઉત્કૃષ્ટ પુરુષરૂપે – પરમાત્મારૂપ સૂર્ય જેવી કાંતિવાળા નિર્મલ અને અંધકારથી દૂર રહેલા માને છે તથા તમને જ અંતઃકરણની શુદ્ધિ વડે પામીને પ્રાણીઓ મૃત્યુને જીતે છે. સિદ્ધ થાય છે, આ સિવાય બીજો કોઈપણ ઉપદ્રવ રહિત મોક્ષનો માર્ગ નથી.
મિથ્યાત્વી જીવ બહિરાત્મા કહેવાય છે. સમ્યક્ દૃષ્ટિ સકર્માજીવ અંતરાત્મા કહેવાય છે અને કર્મરહિત જીવ પરમાત્મા કહેવાય છે. ।। ૨૩
શ્રી ભક્તામર સ્તોત્રના ત્રેવીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે હે મુનીન્દ્ર, મુનિઓ આપને પરમ પુરુષ માને છે. સૂર્ય જેવી કાંતિવાળા નિર્મલ અને અંધકારનો સર્વથા અભાવ કરનારા માને છે. આ શ્લોકમાં તત્ત્વની અનુપમ ગૂંથણી કરવામાં આવી છે. જ્યાં પ્રકાશ પથરાયેલો હોય ત્યાં અંધકારનું અસ્તિત્વ કેવી રીતે કલ્પી શકાય? પરમાત્મા સર્વજ્ઞ કેવળજ્ઞાની છે. તેમનો જ્ઞાનરૂપી પ્રકાશ ત્રિકાળી ત્રણે લોકને વિષે પ્રકાશે છે. તેથી અજ્ઞાનરૂપી અંધકારનો સર્વથા અભાવ હોવાનું જણાવાયું છે.
બહિરાત્મદશાવાળા જીવની સ્થિતિ
અંધકારનાંથી પ્રકાશની યાત્રા તરફ જેમનો પુરુષાર્થ વેગવાન બન્યો છે, તેવા મુનિઓનું આ માનવું છે તેવા મુનિઓનું આ સત્ય દર્શન છે. અને તેથી એમ કહી શકાય કે, મિથ્યાત્વી જીવ બહિરાત્મા છે. સમ્યક્ દિષ્ટ જીવ અંતરાત્મા છે અને કર્મ રહિત જીવ પરમાત્મા છે. આ સંદર્ભમાં સમ્યક્ ષ્ટિ મુનિવરો દ્વારા પરમાત્મા વિશે આ કથન કરવામાં આવ્યું છે તે સનાતન સત્ય છે. મિથ્યા દૃષ્ટિ જીવ બહિરાત્મા હોવાથી તેની દૃષ્ટિ હંમેશા પંચેન્દ્રિયના સુખમાં અને બહારના વિષયોના સુખની શોધમાં નિરંતર રહેલી હોય છે. તેની અવસ્થા રાગ, દ્વેષ અને અજ્ઞાન વાળી છે. તેથી રાગ દ્વેષ અને અજ્ઞાનયુક્ત જીવ યથાર્થ માર્ગનો, મોક્ષ માર્ગનો કદાપિ નિર્ણય કરી શકતો
For Pr(૧૦૩)sonal Use Only
Jain Education International
www.jainelibrary.org