________________
વિરલ મહિમાનો ખ્યાલ આવશે. જો કોઈ નગરની વસ્તી એક લાખ લોકોની હોય અને આખું નગર બહેરું હોય તે નગરમાં જન્મતા તેમનાં સંતાનો પણ બહેરાં જન્મતાં હોય તો તેવા નગરના લોકો કોઈ ચોક્કસ સંજ્ઞા કે પદ્ધતિ દ્વારા પોતાનો તમામ વ્યવહાર સુગમતાથી ચલાવતાં હોય છે. એટલું જ નહીં પરંતુ બહેરાપણાનું તેમને કોઈ દુઃખ કે અફસોસ પણ હોતો નથી. આ શારીરિક ખોડને એટલી સહજપણે સ્વીકારી લે છે કે કોઈ શ્રવણેન્દ્રિય ધરાવતો માનવી ક્યારેક તેમના માટે આશ્ચર્યકારક ઘટના બની જાય. અહીં તાત્પર્ય એ છે કે અજ્ઞાનરૂપી બહેરાશનો અહીં ઉલ્લેખ કર્યો છે તે નગરમાં જ નહી પરંતુ સમસ્ત લોકમાં વ્યાપેલી હોય ત્યારે અજ્ઞાની હોવા બાબતનો જીવને સહેજ પણ અફસોસ નથી હોતો અને તે અજ્ઞાનદશાને તેણે સાવ સ્વભાવિક રીતે સ્વીકારી હોય છે. જરા આગળ વધીએ તો એમ કહી શકાય કે પોતે જે કુળ, સંપ્રદાય કે ધર્મને માનતો હોય, પોતાનાં માતા-પિતા, કાકા, મામા, માસી, ફુવા-ફોઈ, સગાંવહાલાં, સ્નેહી-સંબંધી, પરિચિતો, પોતાના સમાજના લોકો અને સમાજ જે રીતે જીવતો હોય, જે રીતે આચરણ કરતો હોય, જે રીતે દૈનિક જીવન અને સમસ્ત જીવન વિતાવતો હોય તે જ રીતે દરેક વ્યક્તિ જીવન વિતાવે છે. પ્રાતઃકાળે જાગવાથી માંડીને રાત્રે ઊંઘવા-સૂવા સુધીની દરેક પ્રક્રિયા બધાં જે રીતે કરે છે તે રીતે પોતે પણ કરે છે. તેથી એક શ્લોકમાં એમ કહેવાયું છે કે :
હિર, નિદ્રા, મય, મૈથુન ૨ |
सामान्यमेतद् पशुभिर्नराणाम् । આહાર, નિદ્રા, ભય અને વિષયવાસના આ ચારેય મનુષ્યમાં અને પશુઓમાં એકસરખી રીતે રહેલા છે. આ બધી વિગતનો એટલા માટે ઉલ્લેખ કર્યો છે કે ખોરાક, વસ્ત્ર, મકાન, જીવન-નિર્વાહ માટે આર્થિક પ્રવૃત્તિ અને સ્ત્રી, પુત્ર, પત્ની, પરિવારના લૌકિક સંબંધોમાં ઘાંચીના બળદની જેમ સમસ્ત જીવન વ્યતીત થઈ જાય છે. રાખના માટે અમૂલ્ય ચિંતામણિ રત્નસમાન માનવભવને જીવ હારી જાય છે. અને બહેરાંના નગરની જે વાત જણાવી તે મુજબ જીવને આ બધું સ્વભાવિક લાગે છે અને તેનો કોઈ અફસોસ પણ હોતો નથી. આ સંદર્ભમાં જ આ શ્લોકમાં જણાવાયું છે કે સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે પણ તેનાથી કાંઈ અર્થ સરતો નથી, પ્રભુ , પૂર્વ દિશાના સૂરજ છે તો સામાન્યજીવો
દશે દિશાના અનંતા તારા સમાન છે. શ્લોકમાં એમ કહેવાયું છે કે હે પરમાત્મા, હે નાભિનંદન, હે માતા
For Pri(109)sonal Use Only
Jain Education International
www.jainelibrary.org