________________
ભક્તામર શ્લોક ૨૨ स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्, नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो दधातिभानि सहस्त्ररश्मि,
प्राच्चेव दिग्जनयति- स्फुरदंशुजालम् ।।२२।। ભાવાર્થ :
સેંકડો કરોડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે. પરંતુ તમારા જેવા પુત્રને બીજી કોઈ માતાએ જન્મ આપ્યો નથી. સર્વદિશાઓ નક્ષત્રોને ધારણ કરે છે, પરંતુ પૂર્વદિશા જ દેદીપ્યમાનકિરણોવાળા સૂર્યને જન્મ આપે છે. રેરા
સામાન્ય જીવનું જીવન. શ્રી ભક્તામર સ્તોત્રના બાવીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે, હે પ્રભુ સેકડો સ્ત્રીઓ સેંકડો પુત્રને જન્મ આપે છે, પરંતુ આપ સરખા પુત્રને કોઈ બીજી માતા જન્મ આપી શકતી નથી. આ પંક્તિઓ દ્વારા એમ જણાવાયું છે કે જગતની અંદર અસંખ્ય મનુષ્યનો જન્મ થાય છે. તેઓ જન્મે છે, જીવે છે અને મરી જાય છે. તેમનું જીવન, બાળપણ, યુવાની, સ્ત્રીપુત્ર, પરિવાર અને વૃદ્ધાવસ્થામાં વિલીન થાય છે. લૌકિક કામનાઓની પૂર્તિ માટે મનુષ્ય જીવનભર દોડધામ કરે છે. આવા કરોડો મનુષ્યો જન્મ અને સામાન્ય જીવન ગુજારી પરલોક જાય એ જગતની સામાન્ય ઘટમાળ રહે છે. જગતમાં માનવી ગમે તે કાળમાં જન્મ્યો હોય પણ આહાર, નિદ્રા, ભોજન, વસ્ત્ર, મકાન આ બધાની પાછળ આખું જીવન વીતી જાય છે. સ્ત્રી પુત્ર અને પરિવાર પાછળ જીવન ખર્ચી નાંખે છે. એટલા માટે એક કવિએ કહ્યું છે કે :
જનની જણતો ભક્તજન, કાં દાતા કાં શૂર,
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. કવિનું કહેવાનું તાત્પર્ય એ છે કે આ જગતમાં દાનવીર, શૂરવીર કે ભક્ત એવા જે વિરલ પુરુષોને જન્મ આપે છે તે માતા ધન્ય છે, તે નગર પણ ધન્યછે. અને તે નગરજનો પણ ધન્ય છે કે, જ્યાં અપ્રતિમ શૂરવીર, મહાન દાનવીર કે પરમાત્માના પરમ ભક્તો જમ્યા હોય.
એક દૃષ્ટાંતથી સમજૂતી આ વાત આપણે એક સામાન્ય દષ્ટાંતથી વિચારીએ તો જ પરમાત્માના
For Privé.200 )onal Use Only
Jain Education International
www.jainelibrary.org