________________
ભક્તામર શ્લોક ૨૦
ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं, नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं, नैवं तु काचशकले किरणाकुलेऽपि ||२०||
ભાવાર્થ :
હે પ્રભુ ! અનંતપર્યાયવાળી વસ્તુને પ્રકાશ કરનારું જ્ઞાન-કેવળજ્ઞાન જે રીતે તમારે વિષે શોભે છે તે રીતે હરિ હર વિગેરે નાયકોને વિષે એવું શોભતું નથી. જેમકે જે પ્રકારે દેદીપ્યમાન મણિઓને વિષે તેજ મહત્ત્વને પામે છે તે પ્રકારે તેજસ્વી કાચના ટુકડામાં મહત્ત્વ પામતું નથી. હિર - હરાદિક દેવો વિભંગજ્ઞાની છે. | ૨૦ ||
શુદ્ધ આત્મદશા કેવી રીતે પ્રગટે છે?
શ્રી ભક્તામર સ્તોત્રની વીસમી ગાથા સમસ્ત જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને અને તેના સારને જાણે કે રજૂ કરતી હોય તેમ જણાય છે. અહીં એમ કહેવાયુંછે. કે હે પ્રભુ અનંત પર્યાયવાળી વસ્તુ પ્રકાશ કરનારું જ્ઞાન આપનામાં છે. આપ કેવળજ્ઞાની છો. કેવળજ્ઞાનીનો અર્થ એ છે કે ત્રણેકાળના ત્રણે લોકના સર્વ પદાર્થોની અવસ્થા પરમાત્માને વર્તમાનવત્ જણાય છે. આ અર્થગંભીર સૂક્ષ્મ તત્ત્વની વાત છે. જરા શાંતિથી વિચારીએ તો ચારે ચાર ગતિના અનંતાજીવોની તમામ પર્યાય અર્થાત્ અવસ્થાને પરમાત્મા જાણે છે. એક જીવ અનાદિથી ભૂતકાળમાં ક્યા-ક્યા જન્મ ધારણ કરી ચૂક્યોછે. વર્તમાનમાં ક્યાં જન્મ ધારણ કર્યો છે. અને અનાગત કાળે અર્થાત્ ભવિષ્યમાં ક્યા જન્મને ધારણ કરનાર છે તે પરમાત્માના કેવળજ્ઞાનમાં વર્તમાનવત્ જણાય છે. જૈન દર્શનમાં પાંચ પ્રકારનાં જ્ઞાન જણાવાયા છે જેમાં મતિ, શ્રોત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન છે. આત્માની ઉન્નત સ્થિતિમાં તે સર્વોત્તમ અવસ્થાએ પહોંચે, પરમાત્મ પદની ભૂમિકાએ પહોંચે ત્યારે તેને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અગાઉના એક શ્લોકમાં દૃષ્ટાંતમાં જણાવ્યા પ્રમાણે સ્ફટિકમણિ ઉપરના એક પછી એક જેમ આવરણો દૂર થાય છે. તેમ બધા જ આવરણો દૂર થતાં સ્ફટિકમણિ અસલ સ્વરૂપમાં તેના ગુણ અને કાંતિ સહિત પ્રકાશેછે આવી રીતે સર્વ પ્રકારના કર્મનો ક્ષય થતાં તમામ રાગદ્વેષ અને કષાયોનો અભાવ થતાં શુદ્ધ આત્મદશા વર્તે છે. શુદ્ધાત્મા અનંત ગુણો અને સર્વજ્ઞતાથી યુક્ત છે. આ પરમ વીતરાગ દશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૯૪)