________________
નથી. જે જીવો પરમાત્માના મુખચંદ્રનું દર્શન કરી ન શકતાં હોય અને જેમના પાપરૂપી અંધકારનો નાશ ન થતો હોય તે પેલા ઊંધા ઘડા જેવા છે. પરમાત્માથી વિમુખ છે. નિરંતર કરુણા કરનારા પરમાત્માની કરુણાનો જેને અનુભવ નથી થતો તે તેની પોતાની ભૂલોના કારણે નથી થતો. નદી અને મધની જેમ દાતા તો નિરંતર આપવા માટે તૈયાર છે. પણ લેનાર પીઠ ફેરવે તો તેમાં વાંક કોનો?
અંતરનું સુખ અંતરમાં છે. આમ આ શ્લોકમાં તો સિંહગર્જના સાથે એમ જણાવ્યું છે કે, હે પ્રભુ! જ્યારે આપ પાપરૂપી અંધકારનો નાશ કરનાર છો. તો આપના મુખચંદ્રના દર્શન વિના બીજા કોઈને મુખનું દર્શન શા માટે કરીએ? પરમાત્મા તરફની અભુત ભક્તિની આ સિંહગર્જના છે. અને જેને પરમાત્માના મુખના દર્શનની ઝંખના હોય તેને તેના દર્શન થાય જ પણ આ દર્શનની તીખી તમન્ના પેલા સ્તવનની પંક્તિ જેવી હોવી જોઈએ.
લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશન દીજે.” આજ શ્લોકમાં આગળ એમ કહેવાયું છે કે, આપના મુખચંદ્ર સિવાય પૃથ્વીને અજવાળતાં સૂરજ અને ચંદ્રની શી જરૂર છે, વળી આગળ એમ પણ જણાવ્યું છે કે ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો હોય, અનાજ ઉગી ચૂક્યું હોય ત્યારે જળના ભારથી નમેલા વાદળોનું શું કામ છે? અહીં આશય એ છે. કે જીવ જ્યાં સુધી બહિર્મુખી હોય જગતના પદાર્થો તરફ આસક્ત હોય, ધન-વૈભવ, પદ-પ્રતિષ્ઠામાં પરોવાયેલો હોય ત્યાંસુધી તે અંતર્મુખ થઈ શક્તો નથી. તેને પૃથ્વીને પ્રકાશ આપતા સૂરજ અને ચંદ્ર ગમે છે. દિવસ અને રાત ગમે છે. સુખની શોધમાં તે બહાર ભમ્યા કરે છે. પરંતુ આ રીતે તેના બહારના પરિભ્રમણથી તેને કોઈ લાભ થતો નથી. ભવ-ભ્રમણ ચાલુ રહે છે. ખેતરોની ફસલ હોય, ચંદ્ર હોય કે જગતનો કોઈપણ પદાર્થ હોય બહારનો પદાર્થ તેને બહારનું અલ્પસુખ અને ઝાઝું દુઃખ આપવા સિવાય બીજું કાંઈ કરતો નથી. પરંતુ અંતરનું સુખ અંતરમાંથી પ્રાપ્ત થતાં બહારના સુખની કોઈ જરૂર રહેતી નથી, અંદરમાં જ્ઞાનરૂપી ફસલ તૈયાર થયા પછી બહારના વાદળાંની પણ જરૂર રહેતી નથી.
આ જીવ પોતે પાંચ ઇન્દ્રિયોના બહારના વિષયોમાંથી ભટકવાનું બંધ કરી અંતર્મુખ થાય તો જ તેને સાચું સુખ મળે. પરમાત્માના મુખચંદ્રના દર્શન કરવા માટે અંતર્મુખતા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
(૯૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org