________________
ભક્તામર શ્લોક ૧૯ किं शर्वरीषु शशिनाडमि विवस्वता वा, युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ ! निष्पन्न शालिवन शालिनि जीवलोके,
कार्य कियज्जलधरैर्जल भारनदै : । १९ ।। ભાવાર્થ :
હે નાથ! તમારા મુખરૂપી ચંદ્રવડે પાપરૂપ અંધકારનો નાશ થાય છે? અથવા દિવસે સૂર્યનું શું કામ છે? કાંઈ જ નહીં, જે જીવલોક પાકેલી શાલિના વનવડે શોભતું હોય તો પછી જળના ભારથી નમી ગયેલા મેઘનું શું કામ છે? કાંઈ જ નહીં. ૧૯ો.
શ્રી ભક્તામર સ્તોત્રના ઓગણીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે હે પ્રભુ! તમારા મુખરૂપ ચંદ્ર વડે પાપરૂપી અંધકારનો નાશ થાય છે. આ સ્તોત્રના પ્રત્યેક શ્લોકમાં અત્યંત ઊંડા અર્થગંભીર રહસ્યો રહેલાં છે, કેટલીકવાર તો એમ જણાય છે કે આ સ્તુતિમાં પ્રાથમિક દૃષ્ટિએ ઘણીવાર સમાનાર્થી શબ્દો વાપર્યા હોય કે તેવા પ્રકારની ઉપમા આપી હોય અને સ્થૂળ દૃષ્ટિએ વિચારીએ ત્યારે વિશેષ અર્થ સમજવાની ચાવી હાથમાં આવતી નથી પરંતુ ઉપર જણાવ્યું તેમ આ માત્ર મનોહર છંદ-રચના નથી કે પરમાત્માની સામાન્ય સ્તુતિ પણ નથી. એક એક શ્લોક તેના અર્થગંભીર રહસ્ય સાથે રચાયેલો છે. વારંવાર આ સ્તોત્રનું ચિંતન, મનન અને ઘોલન કરવામાં આવે અને તેમ કરીને વધુ અને વધુ સૂક્ષ્મ વિચારણા કરવામાં આવે તો તેના ઊંડા રહસ્યો તરફ જઈ શકાય. અહીં તર્ક કે ન્યાય દ્વારા સૂક્ષ્મ વિગતને પકડવાની વાત નથી. પરંતુ અંત:કરણના શુદ્ધતાના આશ્રયે ભાવપૂર્વક આ સ્તોત્રના શાંતરસમાં આ સ્તોત્રના ભક્તિરસમાં જેમ જેમ અતિ રસિકતાપૂર્વક તેનું પાન કરવામાં આવે તેમ તેમ તેની સૂક્ષ્મતાઓ અને આશય હૃદયરૂપી આરસીમાં પ્રતિબિંબિત થઈ શકે તેમ છે. પ્રભુના મુખચંદ્રનો મહિમા અને જીવની સ્થિતિનું વર્ણન
અઢારમા શ્લોકની જેમ અહીં પણ પ્રભુના મુખરૂપી ચંદ્ર, પાપરૂપી અંધકારનો નાશ કરનાર છે, તેમ જણાવ્યું છે. અઢારમા શ્લોકમાં પ્રભુના મુખને નિરંતર ઉદય પામતાં મોહરૂપી અંધકારનો નાશ કરનાર જણાવ્યું હતું. ટૂંકમાં પ્રભુનું મુખ રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ, આસક્તિ, અંધકાર
For Prive( o)rsonal Use Only
Jain Education International
www.jainelibrary.org