________________
વિગેરેનો સર્વથા નાશ કરનાર છે. આ એક સનાતન સત્ય છે. આપણે આગળના શ્લોકમાં સાલંબન ધ્યાન દ્વારા આ કઈ રીતે સિદ્ધ થઈ શકે તેની વિચારણા પણ કરી છે. તો ફરી ફરીને પ્રશ્ન એ થાય છે જીવો શા માટે રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ અને પાપરૂપી અંધકારમાં અથડાયા કરે છે, ભટક્યા કરે છે? શું તેઓ આ પ્રકારના અંધકારમાં છે? માટે પ્રભુના મુખનું દર્શન કરી શકતાં નથી. એક તરફ પ્રભુના મુખનું દર્શન આ સર્વનો નાશ કરનાર છે તે વાતને સનાતન સત્ય તરીકે રજૂ કરવામાં આવે છે. તો બીજી તરફ અસંખ્ય જીવો આ પ્રકારના અંધકારમાં અનાદિથી ભટક્તા રહ્યાં છે. એક તરફ એમ કહેવામાં આવે છે કે પ્રભુના મુખનું દર્શન મોહ અને પાપરૂપી અંધકારનો નાશ કરી સાચા સુખને અપાવે છે. વળી એમ પણ કહેવામાં આવે છે કે પ્રભુની કરુણાનો કોઈ પાર નથી. વળી એમ પણ કહેવાયું છે કે પરમાત્માના તેજ પ્રકાશથી ત્રણે લોક પ્રકાશિત છે. હવે જે સનાતન સત્ય છે અને જે વાસ્તવિકતા છે તેનો ભેદ ઉકેલ્યા વિના છૂટકો જ નથી તેનું રહસ્ય ઉકેલાશે તો જ સાચી વસ્તુસ્થિતિનું ભાન થશે. સનાતન સત્ય અને વાસ્તવિકતાની ઉદાહરણ સાથે
સમજૂતી વહેતી નદીના નિર્મળ નીરને અને તેના પ્રવાહને વિષે વાત કરીએ તો એમ કહી શકાય કે નદીના વહેતા પ્રવાહમાં નિર્મળ નીર નિરંતર વહ્યાં જ કરે છે. તે નીર જેને જરૂરત હોય તે પોતપોતાની રીતે લઈ જાય છે. કોઈ ઘડામાં તો કોઈ અલગ અલગ નાના મોટા પાત્રમાં તે લઈ જાય છે. કોઈ નદીના પાણીને ગ્રહણ જ કરતું નથી. કોઈ નદીના પાણીને દૂષિત કરે છે. નદીના કિનારે વાઘ પણ પાણી પીવે છે, બકરી પણ પીવે છે. સંત પણ તેનો ઉપયોગ કરે છે. અને દુરાચારી પણ તેનો ઉપયોગ કરે છે. નદી દાતા છે, તે અક્ષયપાત્ર જેવી છે, તે નિરંતર જેને જેટલું જળ જોઈતું હોય તેટલું લેતાં તેને રોકતી નથી. આ દષ્ટાંતથી એટલું જ સમજવાનું છે કે પરમાત્માની કરુણાનો કોઈ પાર નથી. તેમના પરમચૈતન્યનો પ્રવાહ રૈલોકપ્રકાશક છે. તેમની કરુણા ત્રણે લોકમાં સર્વજીવો તરફ એક સરખી વરસે છે. પરંતુ આ કરુણારૂપી વરસાદ આ કરુણારૂપી કૃપા ત્રણે લોકમાં સર્વજીવો તરફ અખંડપણે વરસ્યા કરતી હોઈ જેના પાત્ર સવળા હોય (દા.ત. ઘડો) તે તેની કૃપાથી ભરાય છે. અને જે અસંખ્ય ઘડાઓ ઊંધાજ પડેલાં હોય તેના ઉપરથી તે કૃપા વરસીને વહી જાય છે. પાત્રમાં એક ટીપું પણ પ્રવેશી શકતું
" (૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org