________________
કરનારો છે. શ્રી ભક્તામર સ્તોત્રના સર્જક મહાકવિ આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરીશ્વરજી બુલંદ અવાજે આ શ્લોકમાં જાણે કે એમ કહી રહ્યા છે કે હે જીવો, હવે એક ઘડીના પણ પ્રમાદ વિના પરમાત્માના આ અલૌકિક સૌંદર્યો અને વદનકમળનું સાલંબન ધ્યાન કરો કે જેથી નિરંતર ઉદય પામતાં તમારા મોહરૂપી અંધકારનો નાશ થાય. જગતના બાળજીવો માટે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિરંજન નિરાકાર અરૂપી ભગવાન આત્માનું દર્શન, ધ્યાન, ચિંતન, મનન વિગેરે પ્રાયઃ ઘણું દુષ્કર છે. અને સંસારી જીવોના મોતનું કારણ પ્રમુખપણે કંચન અને કામિની હોય છે. અનાદિથી આ જીવને રૂપના મોહે ઘેલો કર્યો છે. જગતની સર્વોત્તમ રૂપવતી સ્ત્રીના મુખની ઉપમા ચંદ્રથી અધિક તો થઈ નથી શકતી અને સ્ત્રીના મુખ કરતાં ચંદ્રનું મુખ અનેક ગણું સુંદર છે. તો કવિ અહીં કહે છે કે કરોડો ચંદ્રની મુખની શોભા કરતાં પણ જેના વદનકમળની શોભા અનુપમ અને અદ્વિતીય છે, તેવા પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વરના વદનકમળનું તમે ધ્યાન ધરો, તેમાં એકાગ્ર થાવ, તેમાં તલ્લીન બનો કે જેથી નિરંતર ઉદય પામતાં તમારા મોહરૂપી અંધકારનો નાશ થાય. પરમાત્મા તરફ પરમાત્માના ગુણો તરફ અને તેમના પરમપદ તરફ જેને જેને પ્રીતિ જાગે છે, જેને જેને રુચિ જાગે છે અને જેઓ પરમાત્માને સમર્પિત થાય છે, તે સર્વના મોહરૂપી અંધકારનો નાશ થાય છે. તે સર્વે અહંકારરૂપી રાક્ષસની પકડમાંથી છૂટેછે. તે સર્વે અજ્ઞાનરૂપી અજગરની નાગચૂડમાંથી છૂટે છે. તે સર્વે મુક્તિના પંથને પામે છે.
પૃથ્વીને પ્રકાશતો પૂર્ણિમાનો ચંદ્ર દિવસે ફુક્કો બને છે. વાદળાંઓથી ઘેરાતાં તે અદશ્ય થાય છે. રાહુ દ્વારા ચંદ્રગ્રહણ થાય ત્યારે પણ તે આકાશમાં જણાતો નથી. તે ફક્ત પૃથ્વીને રાત્રિએ જ પ્રકાશિત કરે છે. અને પૂર્ણ પ્રકાશિત તો ફક્ત પૂર્ણિમાની રાત્રિએ જ કરે છે. જ્યારે પરમાત્માનું વદનકમળ ત્રણેકાળમાં ત્રણે લોકને અને ત્રણે લોકના સર્વજીવોને એક સરખાં પ્રકાશિત કરે છે અને એક સરખી શીતળતા આપે છે. સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી ઋષભ નિણંદના વદનકમળને કોઈ વાદળ ઢાંકી શકતું નથી. કોઈ રાહુ ગ્રસી શકતો નથી. પરમાત્મપદની સર્વોત્તમ અવસ્થામાં રહેલા શ્રી તીર્થકરના આત્માના પ્રદેશ પ્રદેશથી પ્રફુટિત થતાં અલૌકિક, અનુપમ, અદ્વિતીય અને અવર્ણનીય આત્મતેજને ત્રણે લોકમાંની કોઈપણ સત્તા કે કોઈપણ તત્ત્વ લેશમાત્ર અવરોધરૂપ બની શકતો નથી. ખરેખર તો તેથી ઊલ્ટે સત્ય એ છે કે પરમાત્માના આ તેજથી ત્રણેલોક, ત્રણેકાળ માટે પ્રકાશિત છે અને ત્રણેલોકના સર્વજીવોને પરમાત્માના વદનકમળનું સાલંબન ધ્યાન અનિર્વચનીય સુખ અને શાંતિ આપનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૮૯)