________________
ભક્તામર શ્લોક ૧૮ नित्योदयं दलितमोहमहान्धाकारं, गम्यं न राहु वदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति,
विद्योतयज्जगदपूर्व शशाङकबिम्बम् ॥१८।। ભાવાર્થ :
હે ભગવાન! તમારું મુખરૂપ કમળ અપૂર્વ અલૌકિક ચંદ્રબિંબની સમાન શોભે છે. કેમ કે તે નિરંતર ઉદય પામતું મોહરૂપ અંધકારને નાશ કરનારું, રાહુથી ગ્રસિત નહીં થનારું, મેઘથી આચ્છાદિત નહીં થનારું, ઘણી કાંતિવાળું અને સમગ્ર જગતને પ્રકાશિત કરનારું છે. // ૧૮ // પ્રભુના વદનકમળની તુલના ચંદ્રબિંબ સાથે કરવાનું કારણ
શ્રી ભક્તામર સ્તોત્રના અઢારમા શ્લોકમાં એમ જણાવ્યું છે કે તમારું મુખરૂપી કમળ અપૂર્વ અલૌકિક ચંદ્રબિંબની જેમ શોભે છે. અહીંયા પરમાત્માના મુખરૂપી કમળને ચંદ્રબિંબની સાથે સરખાવવામાં આવ્યું છે. કારણકે વદનકમળની શોભા માટે કવિઓએ હંમેશા પૂર્ણિમાના ચંદ્રને પસંદ કર્યો છે. તેના ત્રણ કારણ છે. એક તો જગતના તમામ દશ્ય પદાર્થોમાંથી જ ઉપમા માટે સર્વોત્તમ પદાર્થની પસંદગી કરવાની હોય તો વદનકમળની ઉપમા માટે ફક્ત પૂર્ણિમાનો ચંદ્રજ સર્વોત્તમ છે. બીજું ચંદ્રનું રૂપ અનુપમ છે. અને તેના રૂપમાંથી નિખરતી ચાંદની શીતળતાનો ગુણ ધરાવે છે. ત્રીજું જેનું વર્ણન કરવાનું હોય દા.ત. અહીં પરમાત્માનું મુખકમળ તો તે મુખની શોભા અવર્ણનીય અને અદ્વિતીય હોવા સાથે જગતના કોઈપણ પદાર્થ કરતાં તે કરોડો ઘણું તેમજ ચંદ્ર કરતાં કરોડો ઘણું ઉત્તમ હોવાથી બીજી કોઈ ઉપમા નહીં મળવાથી તેની સરખામણી ચંદ્રબિબની સાથે કરવામાં આવી છે. તેથી આ સરખામણીને અંગુલીનિર્દેશ સમાન ગણી શકાય.
કર્મ, પુનર્જન્મ અને સાધનાનું રહસ્ય
આ શ્લોકમાં પરમાત્માના વદનકમળની જે વાત કરવામાં આવી છે. તે સાલંબન ધ્યાનના સંદર્ભમાં પણ છે. આત્મજ્ઞાનની સાધનામાં જ્યારે આત્મા પ્રવેશ કરે ત્યારે સાધારણ રીતે વિવિધ પ્રકારના સાધનોનો આશ્રય લઈ અને આગળ વધવા પ્રયત્ન કરે છે. કોઈ વ્રત કરે છે, કોઈ જપ કરે છે, કોઈ તપ કરે
(૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org