________________
ભક્તામર શ્લોક ૧૬ निर्धूमवर्तिरपवर्जित तैलपूरः, कृत्सनं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां, दीपोऽपरस्त्वमसि नाथ! जगत्प्रकाशः ।। १६ ।।
ભાવાર્થ :
હે નાથ ! દ્વેષરૂપી ધુમાડા અને કાળદશારૂપી વાટ રહિત તથા સ્નેહરૂપી તેલ રહિત એવા તમે આ સમસ્ત ત્રણ જગતને પ્રકાશિત કરો છો. આ રીતે તમે જગતને પ્રકાશિત કરનાર અલૌકિક દીવારૂપ છો. કેમ કે તમારા જ્ઞાનરૂપ દીપકને જેણે પર્વતોને ચલિત કર્યા છે. તે પ્રલયકાળનો પવન પણ કાંઈ કરી શકતો નથી. // ૧૬ ||
શ્રી ભક્તામર સ્તોત્રના સોળમા શ્લોકમાં પરમાત્માને માટે એમ કહેવાયું છે, કે હે પ્રભુ તમે જગતને પ્રકાશિત કરનાર અલૌકિક દીપક સમાન છો. પરમાત્માની તુલના દીપકની સાથે કરીને એમ કહેવામાં આવ્યું છે, કે તે એક અલૌકિક દીપક છે. જે દીપકમાં સ્નેહરૂપી તેલ નથી, કાળરૂપી વાટ નથી અને દ્વેષરૂપી ધુમાડો નથી અર્થાત્ પરમાત્મા રાગ દ્વેષથી રહિત છે અને કાલાતીત છે. આ શ્લોકની આ પંક્તિઓ પણ કેટલો ઉત્તમ બોધ આપનાર છે તે આપણે જોઈએ. સામાન્ય રીતે તો દીવામાં વાટ પણ જોઈએ. તેલ પણ જોઈએ અને દીવો પ્રકાશિત હોય ત્યારે તેમાંથી ધુમાડો પણ નીકળતો હોય છે. પરમાત્માની જેમ દરેક મનુષ્ય પણ એક દીપક સમાન છે. એમ પણ કહી શકાય કે ચારગતિનો પ્રત્યેક જીવ એક દીપક સમાન છે. પરંતુ જરા વિસ્તારથી તો એમ કહી શકાય કે દરેક દીપકના પ્રકાશની ક્ષમતા ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે આગિયો, મીણબત્તી, કોડિયું, ફાનસ અને વધતાં ક્રમે કહીએ તો સૂરજ આ દરેકના પ્રકાશની ક્ષમતા- અંધકારને દૂર કરવાની શક્તિ ભિન્ન-ભિન્ન છે. એક પ્રકાશમાન દીપકને ફાનસમાં પ્રગટાવવામાં આવે અને તે ફાનસને એક બોક્સમાં બંધ કરી દેવામાં આવે તેના ઉપર શ્યામવસ્ત્રનું પેકીંગ કરવામાં આવે તો અંદરના ફાનસમાંથી પ્રકાશનું એક કિરણ પણ બહાર આવી શકતું નથી અને છતાં પણ ફાનસમાં દીપકનો પ્રકાશ નથી તેમ કહી ન શકાય.
Jain Education International
For Privatp & Personal Use Only
www.jainelibrary.org