________________
અર્થ એ છે કે મનુષ્યનું મન જ્યારે અનેક ખંડ-ખંડ વિભાગોમાં ખંડિત થાય. ત્યારે તે બહુચિત્તવાન છે. બહુચિત્તવાન મનુષ્યને બાહ્ય દેખાવ અને ચહેરો એક જ હોય છે, પરંતુ તેનું આંતરરૂપ અને અંતરમાં અનેક ચહેરા હોય છે. એક અધિકારી પોતાના માલિક સાથે વાત કરે ત્યારે નમ્રતાનો ચહેરો ધારણ કરે છે, અને પોતાના હાથ નીચેના ક્લાર્ક સાથે વાત કરે ત્યારે અધિકાર જમાવતો અહંકારી ચહેરો ધારણ કરે છે. આ રીતે વ્યક્તિ દરેક સંબંધમાં દરેક વખતે સંબંધને અનુરૂપ ચહેરો ધારણ કરે છે. સ્વાર્થબુદ્ધિના પાયા ઉપર રચાયેલી વિભિન્ન ચહેરાઓની એક જ વ્યક્તિની દુનિયા કેટલી બધી વિચિત્ર હોય છે. વ્યક્તિનો સમસ્ત વ્યવહાર બહારનો અને અંતરનો નિત્ય નિરંતર ભિન્ન હોય છે. જે વ્યક્તિને તે મનમાં ધિક્કારે છે, તેને બહારથી આવકારે છે. મનની આવી ખંડિત અને વિકેન્દ્રીત વિભાવનાઓના કારણે તેને બહુચિત્તવાન કહેવામાં આવ્યો છે. તેના ચિત્તનો દરેક ટુકડો નિરંતર સુખની શોધમાં ભટકે છે. તેના સુખની કલ્પના પરિસ્થિતિ અને પર્યાય બદલાતા હંમેશા બદલ તી રહે છે. પૂર્વે જે આત્મા મલિનતા અને ગંદકીની વચ્ચે વાસનાના નશામાં ભૂંડરૂપે જે ભૂંડણીના પ્રેમમાં હતો, તે ભવ અને પર્યાય બદલાતાં હવે પૂર્વભવની સુખની કલ્પનાઓને ધિક્કારે છે. જો કેટલાક ભવો સુધી કે એકજ ભવમાં એકજ પ્રકારના સુખમાં ગળાડૂબ ખૂંપેલો રહે તો તેનાથી ઊબકી જઈને બીજાભવમાં તે તેનાથી અતિવિરુદ્ધ એવી સ્થિતિને પ્રિય ગણે છે. ઉદાહરણ તરીકે – જે જાર સ્ત્રી જીવનભર અસંખ્ય પુરુષો સાથે રતિક્રીડા કરે, તેજ સ્ત્રી તે સુખની તીવ્રતાથી ઉબકીને પછીના કોઈ ભવે સહજ રીતે બાલ્યાવસ્થાથી કામવિકારો તરફ અત્યંત ઉદાસીન રહી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી ઉગ્રપણે સંન્યાસીનું જીવન વીતાવે તે શક્ય છે! આ બધી વિગતને શાંતિથી વિચારીએ તો જે મન ખંડિત છે, જે મન વિભાજિત છે, તે મન વિકારોને વશ થાય તેમાં આશ્ચર્ય શું છે? તે મન અનાદિથી આવા સંસ્કારોથી રંગાયેલું છે. તેથી ધનના, પદના, પ્રતિષ્ઠાના, રૂપના વિકારો તરફ સુખની શોધમાં ભટક્યા કરે છે. માર્ગમાં ચાલતા ઊંટની સાથે તેના લબડતા હોઠનો ટુકડો નીચે પડી જશે અને પોતાને સ્વાદિષ્ટ ભોજન મળશે એ આશાએ શિયાળ ગમે તેટલું ઊંટની સાથે ચાલ્યા કરે તો પણ શિયાળની આશા ઠગારી જ નિવડવાની છે. તેજ રીતે વિભાજિત મન સુખને પામી શકતો નથી અને સુખની આશામાં આગળ જણાવ્યા તેવા વિકારોને વશ થયા વિના રહેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૭૭)