________________
તેનું રહસ્ય સમજાશે. લૌકિક દૃષ્ટિએ વિચારતાં સંસારના જીવો પોતે જીવનમાં સુખ ઓછું અનુભવે છે અને દુ:ખ વધારે અનુભવે છે. સુખની શોધમાં ભ્રમણ કરતો જીવ આશા અને તૃષ્ણાના સહારે જીવન વિતાવે છે. હવે આ જીવ પોતાની લૌકિક ઇચ્છાની પૂર્તિ માટે હંમેશા પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રભુના ચરણમાં જાય છે. પ્રભુનું શરણ સ્વીકારે છે. આવી રીતે જ્યારે જીવ પરમાત્માના શરણે જઈ પોતાની દુન્યવી ઇચ્છા પૂરી કરવા માટે પરમાત્માને વિનંતી કરે છે ત્યારે જેમ જેમ તેની ઇચ્છાઓ પૂરી થતી જાય; તેમ તેમ પરમાત્મા તરફની તેની ભક્તિ અને સમર્પણ વધતાં જાય છે. અહીં સાચી વાત એ છે કે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કાંઈ તેની ઇચ્છા પૂરી કરતા નથી, પરંતુ તેના અંતરનો આર્તનાદ તેને કર્મફળ પ્રમાણે મળનાર લાભ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ પાંચ સમવાયના અનુસંધાનમાં આવીને મળે છે. ફળપ્રાપ્તિ અંગેની તેની માન્યતા અને પ્રાપ્તિ અંગેનું ખરું કારણ બંને ભિન્ન હોવા છતાં માન્યતાને લીધે તેનો ભક્તિભાવ લૌકિક ઇચ્છાઓ પૂરી થતાં વધતો જોવાય છે. અને તે સંદર્ભમાં એમ વિચારી શકાય કે જેની લૌકિક ઇચ્છાઓ પરમાત્મા તરફની ભક્તિના કારણે પૂરી થતી જતી હોય તે જીવ જગતમાં મનફાવે તેમ હરતો ફરતો હોય છે. ટૂંકમાં પોતાની ઇચ્છા પ્રમાણે પુણ્યરૂપી બેલેન્સ વાપરતાં તેને કોઈ રોકી શકતું નથી.
આ જ વાતને આધ્યાત્મિક રીતે વિચારતાં એમ કહી શકાય કે સર્વજ્ઞા વીતરાગ પરમાત્માના આત્મગુણોને આશ્રયીને જે આત્મા તે દિશામાં પુરુષાર્થ કરે છે. તે પરમાર્થી છે. તેની દૃષ્ટિમાં પરમાત્મા જે રીતે પરમપદને પામ્યાં, જે માર્ગે ચાલી સર્વજ્ઞતાને પ્રગટ કરી તે રીત અને તે માર્ગ જ આત્માર્થી માટે આશ્રય લેવા જેવો હોવાથી તેની ઇચ્છા તેનો પુરુષાર્થ અને તેનાં ભાવ એક માત્ર આત્માને આશ્રયીને રહેવાના હોય છે. તેનો ઉપયોગ અને પરિણામ કેવળ આત્મામાં જ રહે છે. પોતાના શુદ્ધ સ્વભાવ સિવાય બીજો કોઈ આશ્રય તેને ખપતો નથી. એટલે અહીં તત્ત્વ દૃષ્ટિએ એમ કહેવામાં આવ્યું છે કે, સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું આશ્રય ગ્રહણ કરી જેઓ પોતાના શુદ્ધ સ્વભાવમાં રમણતા કરે છે. જેમનું વિચરણ પોતાના શુદ્ધ સ્વભાવ સિવાય બીજે ક્યાંય નથી તેમને સ્વરૂપમાં રમણતા કરતાંસ્વરૂપમાં ફરતાં- સ્વરૂપમાં કરતાં કોણ રોકી શકે? અર્થાત્ કોઈ જ રોકી ન શકે. આમ ચૌદમા શ્લોકમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ આત્મ તત્ત્વનું રહસ્ય જણાવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૭૫)