________________
ભક્તામર શ્લોક ૧૭ नास्तं कदाचिदुपयासि न राहुगम्यः, स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदर निरुद्धमहाप्रभावः,
સૂર્યાતશય મહિમસિ મુનીન્દ્ર! નો || ૭ // ભાવાર્થ :
હે મુનીન્દ્ર! આ જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે. કેમકે તમે કોઈપણ વખત અસ્ત પામતા નથી. રાહુ વડે ગ્રસિત થતા નથી. તત્કાળ એકી વખતે ત્રણે જગતને પ્રકાશિત કરો છો. તથા મેઘના મધ્યભાગ વડે તમારો મહાપ્રભાવ રોકાતો નથી.
આથી તમને સૂર્યની ઉપમા આપવી યોગ્ય નથી. ૧ળા.
શા માટે પરમાત્માને મુનીન્દ્ર કહ્યા છે ?
શ્રી ભક્તામર સ્તોત્રના સત્તરમા શ્લોકમાં પરમાત્માને સંબોધન કરતાં રચનાકારે તેમને મુનીન્દ્ર કહ્યા છે. જેમ દેવગતિમાં સૌથી ઊંચું પદ દેવેન્દ્રનું છે તો તેનાથી પણ સર્વોત્તમ ઉપમા પરમાત્માને કવિએ મુનીન્દ્ર તરીકે આપી છે. જેણે મૌનવ્રત ધારણ કર્યું હોય તે મુનિ કહેવાય. આ મૌનવ્રત વિષે અર્થાત્ મુનિપણા વિષે થોડી વિચારણા કરીએ. અહીં મુનિપણાનો અર્થ કાયાની સ્થિરતા અને અડોલતા, વાણીનું મૌન અને સંકલ્પ, વિકલ્પો અને મનમાં ચાલતા વિચારોનું પણ સંપૂર્ણ મૌન. મન, વચન અને કાયાના સંપૂર્ણ મૌનને ધારણ કરેલા અને નિર્વિકલ્પ સમાધિમાં હોય તે સાચા મુનિ કહેવાય. પરમપદની પ્રાપ્તિના આરાધક કહેવાય. જેના આત્મપરિણામની સ્થિરતા સમાધિરૂપે પરિણમી હોય તે મુનિ કહેવાય. તેવા મુનિઓના સમૂહની અંદર પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વર મુનીન્દ્રની જેમ બિરાજે છે. આત્મદશાની આવી ઉત્કૃષ્ટ ભૂમિકામાં જે મુનિઓ રહેલા છે, તે મુનિઓના સમૂહમાં પ્રભુ મુનીશ્વર સમાન છે.
પ્રભુની તુલના સૂર્ય સાથે થઈ જ ન શકે!
આ શ્લોકમાં પ્રભુને ઉપર પ્રમાણેનું સંબોધન કરીને આચાર્ય ભગવંત જણાવે છે કે આ જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે. તમને સૂર્યની ઉપમા આપવી કોઈપણ રીતે યોગ્ય નથી.કેમકે પૂર્વ દિશામાં ઉદય
For Priva( € 3)sonal Use Only
Jain Education International
www.jainelibrary.org