________________
અહંકારને જાણે અજાણે બળવાન બનાવે છે તેવી સ્થિતિમાં સંસારી હોય કે સંન્યાસી હોય, પોતે યોગ કરે કે ધ્યાન કરે, જપ કરે કે તપ કરે, ત્યારે પોતાના પુરુષાર્થની આવી વિપરીત દશા અને વિપરીત દિશા હોવાથી ધ્યાનમાં, યોગમાં, તપમાં, જપમાં તેને આત્માની પ્રતીતિ થવાના બદલે તેનો અનુભવ અને પરિચય વારંવાર રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ ઈત્યાદિ કષાયોથી પહેલો થાય છે. અને તે કષાયોરૂપી આવરણમાં છૂપાયેલા આત્માની તેને પ્રતીતિ થતી નથી.
આત્મપ્રતીતિનો ઉપાય શું? આ પ્રતીતિ થવાનો ઉપાય તેની અહંકાર શૂન્યતામાં રહેલો છે. તેના કર્તુત્વપણાની શુન્યતામાં રહેલો છે. તેના મમત્વની શૂન્યતામાં રહેલો છે. આ બધા સાથેની પોતાની એકત્વ બુદ્ધિ કોઈપણ રીતે ચાલુ રાખીને જીવ ત્રણે કાળમાં આત્માની પ્રાપ્તિ કરી શકે તે બની શકે તેમ જ નથી. આત્મપ્રાપ્તિનો ઉગ્ર પુરુષાર્થ અને રુચિ આત્મ પ્રતીતિ સહજમાં કરાવી શકે તેમ છે. તરવાનાં પુસ્તકો વાંચીને તરવૈયા થવાતું નથી. કિનારે બેસીને પાણીમાં છબછબિયા કરવાથી જ્ઞાનરૂપી સાગરમાં સાચા સ્નાનનો આનંદ મળી શકતો નથી. સાગરના તળિયેથી મરજીવો જ ઊંડી ડૂબકી મારીને મૂલ્યવાન મોતીને પ્રાપ્ત કરી શકે છે. કિનારે બેસીને છબછબિયાં કરવાથી હાથમાં કશું આવતું નથી. જીવને અનુભવ-દશા પ્રગટ ન થઈ હોય કે, પ્રગટ ન થતી હોય , આત્માની પ્રતીતિ ન થતી હોય તો એમ સમજવું કે કિનારે બેસીને છબછબિયાં કરે છે અથવા તરવાની કળાનું પુસ્તક વાંચી તરવૈયો હોવાના ભ્રમમાં રાચતો હોય છે.
પરમાત્માનો આત્મદીપક કેવો મહિમાવાન છે!
સોળમાં શ્લોકમાં એક અન્ય અર્થઘટન તરીકે એમ પણ કહેવાયું છે કે જગતને પ્રકાશિત કરતા પરમાત્મા એવા દીપક સમાન છે કે જે દીપકમાં કાળરૂપી વાટ નથી, સ્નેહરૂપી તેલ નથી, અને દ્વેષરૂપી ધુમાડો નથી, જે પરમાત્મામાં છે તે ચાર ગતિના અન્ય જીવોમાં નથી અને જે ચારગતિના અન્ય જીવોમાં છે. તે પરમાત્મામાં નથી. ચારગતિના તમામ જીવાત્માનો દીપક સ્નેહ અર્થાત્ સાગરૂપી તેલ દ્વારા અનાદિકાળથી પ્રકાશે છે. તેના પ્રકાશમાંથી શ્રેષરૂપી ધુમાડો નિરંતર નીકળ્યા કરે છે. કાળરૂપી વાટ આ દીપકને અનાદિથી પ્રજ્જવલિત રાખતી આવી છે. પરંતુ આ શ્લોકના
For Private e qysonal Use Only
Jain Education International
www.jainelibrary.org