________________
પામતો સૂર્ય સાયંકાળે પશ્ચિમ દિશામાં અસ્ત પામે છે. જ્યારે પરમાત્મા એવા કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે, કે જે તેજસ્વી હોવા સાથે પોતાના તેજ સાથે ત્રણેકાળમાં પ્રકાશે છે. અને ત્રણેલોકને પ્રકાશિત કરે છે. આ રીતે પ્રભુના અવર્ણનીય તેજપુંજની સામે સૂરજનું તેજ આગિયા સમાન છે. આમ કોઈ રીતે પરમાત્માની તુલના સૂરજની સાથે થઈ શકે તેમ નથી.
સૂર્યની બાબતમાં આ ગાથામાં આગળ એમ પણ કહેવાયું છે કે સૂર્ય રાહુ વડે ગ્રસિત થાય છે. અને વાદળો વડે ઢંકાઈ જાય છે. તે માત્ર પૃથ્વીનેજ પ્રકાશિત કરે છે. આ વાત બરાબર છે. કેમકે સૂર્ય-ચંદ્ર-મંગળ આદિ ગ્રહો છે. જૈન દર્શન અનુસાર તેમાં સમ્યમ્ દષ્ટિ દેવો રહે છે. આ ગ્રહોના આધારે તેમની ગતિ વિગેરે ઉપરથી ગ્રહ-ગણિત, મુહૂર્ત, પંચાંગ અને જ્યોતિષશાસ્ત્રની રચના થઈ છે. આ બાબતમાં એમ કહી શકાય કે ચોક્કસ ગતિ અને સ્થિતિના સંદર્ભમાં સૂર્ય તેમજ ચંદ્ર રાહુ સાથે સંબંધમાં આવે ત્યારે ગ્રહણ થતું હોય છે. તેથી આ શ્લોકમાં એમ જણાવાયું છે કે સૂર્ય રાહુ દ્વારા ગ્રસિત થાય છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે પણ સૂર્ય ગ્રહણ થાય, ત્યારે તે રાહુથી ગ્રસિત થતો હોવાથી દિવસના ભાગમાં પણ તેનો કેટલોક ભાગ અથવા આખો સૂર્ય રાહુ દ્વારા ગ્રસિત થાય છે. તેમ થવાથી અલ્પકાળ માટે પણ પૃથ્વી સૂર્યના પ્રકાશથી પણ વંચિત થાય છે. ધોળે દિવસે સાંજનું વાતાવરણ થાય છે.
આવી જ રીતે આકાશમાં ગતિ કરતાં વાદળાઓ પણ સૂરજને અલ્પકાળ માટે ઢાંકી દે છે. અને ચોમાસામાં તો વાદળછાયું આકાશ હોય ત્યારે સૂરજ દેખાતો પણ નથી. આમ સુરજના ઉદયાત તે, રાહુ દ્વારા કે વાદળો દ્વારા ઢંકાઈ જવું, અને માત્ર પૃથ્વીને , કાગત કરવાની તેની શક્તિ આ બધી વાતોને લક્ષમાં લેતાં તેની સરખામી પરમાત્મા સાથે થઈ જ કેવી રીતે શકે. કેમ કે પરમાત્મા તત્કાલ એક જ સમયે સોલકને પ્રકાશિત કરે છે. ત્રણે કાળમાં પ્રકાશિત સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને શાન-પ્રકાશ ત્રણે લોકની કોઈપણ શક્તિ કે તત્ત્વ દ્વારા ગ્રસિત થઈ શકે તેમ નથી. કે તેના ઉપર તેનું કોઈપણ આવરી તેને ઢાંકી શકે તેમ નથી. આપણે સત્તરમાં
લોકની બધી વિગતોને જે રીતે સ્થળ અર્થમાં નું પાણી છે તે જ રીતે હવ તને સુમ રીતે તથા ગર્ભિત અર્થમાં તપાસીએ. તત્ત્વ દૃષ્ટિએ સૂર્ય (આત્મા) વિશે વિચારણા : પરમાત્માની અને સૂર્યનું સરખામણીને હવે તત્ત્વ દૃષ્ટિએ વિચારીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org