________________
આદિને પ્રાપ્ત કર્યા છે. પરમાત્મા અને આ જીવોની વિકાસ યાત્રાના મૂળમાં જો કોઈ તફાવત હોય તો તે એટલો જ છે કે શુભ રાગ અને પુણ્ય કર્મ તરફ નિરંતર સાવ અને તેવા પ્રકારની પ્રવૃત્તિ કરતાં જીવો દેવ ગતિ સુધી પહોંચ્યા છે. જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવનો આશ્રય લઈ તેમાં જ નિરંતર રમણતા કરી કોઈ પણ આત્મા પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે, કે જે પદ વર્તમાન ચોવીસીના પ્રથમ તિર્થંકર શ્રી ઋષભ જિનેશ્વરે પ્રાપ્ત કર્યું છે. તેથી આત્માના પ્રદેશ પ્રદેશ પ્રગટેલી પૂર્ણ શુદ્ધતાના કારણે પ્રભુનું મુખારવિંદ નિહાળીને દેવ, મનુષ્ય અને નાગકુમારોના નેત્રો પ્રસન્નતાથી નાચી ઊઠ્યા છે. કર્મ જન્ય સૌંદર્ય દેવોને પણ હોઈ શકે, પરંતુ આત્મપ્રદેશની શુદ્ધતાથી નીકળતું અવર્ણનીય સૌદર્ય ત્રણે લોકમાં પરમાત્માની મુખાકૃતિ સિવાય બીજે ક્યાં હોઈ શકે? તેથી જ એમ કહેવાય છે કે પરમાત્માના મુખની શોભા જગતની સમગ્ર ઉપમાઓને જીતનાર છે. પરમાત્માના મુખની શોભા સામે ચંદ્ર શી વિસાતમાં?
આ જ શ્લોકમાં આગળ એમ જણાવાયું છે કે પરમાત્માના મુખ ચંદ્રની શોભાને ગગનમાં વિહરતા પૂર્ણિમાના ચંદ્રની સાથે પણ સરખાવી શકાય તેમ નથી. ચંદ્રના બિંબની અંદર પણ લંક જણાય છે. સમસ્ત પૃથ્વીને શરદઋતુની પૂર્ણિમાનો ચંદ્ર પોતાના ધવલ તેજથી અને શીતળતાથી આચ્છાદિત કરે છે તેવા ચંદ્રની અંદર પણ જે કલંક જણાય છે તે તેનું કર્મ જન્ય કલંક છે. તેથી તે રીતે આવો ચંદ્ર પણ ખરેખર તો દૂષિત જ જણાય. તેથી ચંદ્ર ગમે તેટલો રૂપાળો જણાતો હોય તો પણ પરમાત્માના મુખારવિંદ સાથે તેની તુલના કઈ રીતે થઈ શકે? તેમ કદાપિ થઈ શકે તેમ નથી, કારણકે તે કર્મ કલંકથી દૂષિત છે જ્યારે પરમાત્માએ સર્વ કર્મનો ક્ષય કર્યો છે. પોતાની સર્વજ્ઞતા અને વીતરાગતાને પ્રગટ કરી છે. પ્રભુના આત્માના પ્રદેશ-પ્રદેશ રહેલી શુદ્ધતા પૂર્ણ પણે પ્રગટ થઈ તેમના શરીરને અને મુખને અલૌકિક સૌન્દર્ય અર્પી રહેલ છે. વળી પ્રભુના મુખારવિંદને ચંદ્ર સાથે બીજા કારણે પણ કદાપિ સરખાવી શકાય તેમ નથી. કેમ કે ચંદ્રબિંબ રાત્રે જે શોભાને ધારણ કરે છે તે દિવસે ખાખરાના પાંદડા જેવું પીળું બની જાય છે. આમ ચંદ્ર બીજા કર્મ કલંકથી મલિનછે. રાત્રે શ્વેત અને સુશોભિત અને દિવસે પીળું ફક્યું છે, અને આ ચંદ્રબિંબની કળામાં વધઘટ થાય છે અને તેનો ક્ષય પણ થાય છે. જ્યારે પરમાત્માનું મુખ આત્મપ્રદેશની શુદ્ધતાના ઓજસથી સુશોભિત છે. સર્વ પ્રકારના ઘાતી કર્મનો ક્ષય થયા પછી મળેલી કાંતિવાળો નિરંતર એક સરખી શાશ્વત આભાવાળો છે. આમ આ તેરમા શ્લોકમાં આચાર્ય ભગવંતે પરમાત્માના મુખની શોભાના વર્ણન દ્વારા ગૂઢ રીતે પરમાત્મપદની પ્રાપ્તિનું રહસ્ય જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org