________________
પ્રગટતું અનુપમ દિવ્ય સૌન્દર્ય પ૨માત્માની મુખાકૃતિને શોભાયમાન કરી રહ્યું છે અને તેમનું શરીર શાંત રસની કાંતિવાળા દિવ્ય પરમાણુઓનું બનેલું અત્યંત તેજસ્વી જણાય છે. દેવો, મનુષ્યો અને નાગકુમા૨ોનું ભવભ્રમણ પુરું થયું નથી. તેમની શરીર રચના અને શરીરના તેજ રૂપ આદિ કર્મફળ આધારિત છે. તો કર્મ તે રીતે મળ્યા કરે છે. અહીં ગુઢ રહસ્ય એ છે કે ભવભ્રમણનું કારણ જ્યાં સુધી ઊભું રહે ત્યાં સુધી ભવ પણ ઊભા રહે છે અને ભ્રમણ પણ ઊભું રહે છે. આથી જ મહાપુન્ય યોગે દેવગતિને પામેલા અનુપમ રૂપવાળા દેવો પણ જાણે છે કે એક વખત તો અવશ્ય પોતાના આ રૂપનો અને આયુષ્યનો પણ ક્ષય થવાનો છે.
કર્મજન્ય સૌંદર્ય અને આત્માનું સૌંદર્ય
પરમાત્માના મુખ ઉપરની કાંતિ અનુપમ છે. દિવ્ય છે, અને તે શાશ્વત પણછે. આત્મા જ્યારે પરમાત્મદશાને ઝંખે ત્યારે તે પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપ તરફ વાળે છે. પોતાના અનંતાગુણોની સત્યતા અને તેના અસ્તિત્વ ઉપર નિઃશંકપણે વિશ્વાસ કરે છે. પોતે પોતાના અતિન્દ્રીય આનંદની પ્રાપ્તિ માટે અતિ ઉગ્ર પુરુષાર્થ કરે છે. સંકલ્પ અને વિકલ્પથી પર એવા ઇચ્છાના સર્વથા અભાવવાળા પોતાના સ્વરૂપ ઉપર મેરુ જેવી અવિચળ આસ્થા રાખે છે. આવા પરમપદની મહાયાત્રાએ ગમન કરનાર જીવ સમયે સમયે ઇચ્છાઓ વિશે, રાગ વિશે, વિકલ્પો વિશે, સંકલ્પો વિશે, પુણ્ય પાપ વિશે, સૂક્ષ્માતિસૂક્ષ્મ પણે અવલોકન કરતો રહી, વારંવાર આજ પ્રકારનો અભ્યાસ કરી, પોતાના સ્વભાવની પ્રતીતિ થતાં સિંહ ગર્જના કરી, આ સર્વથી પોતાની ભિન્નતાની ઘોષણા કરી આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે. આત્મ સ્વરૂપની સ્થિરતા જેમ જેમ વધતી જાય તેમ તેમ નિર્વિકલ્પતાના રમણીય સરોવરમાં સ્નાન કરતો જીવ આનંદ વિભોર બને છે. આત્માના પ્રદેશે-પ્રદેશે રહેલા આત્મગુણોનો અનુભવ કરે છે. સ્વાનુભૂતિ દર્શનની આ યાત્રા પરમાત્મપદ સુધી લઈ જાય છે. સ્વરૂપમાં સ્થિર થવાની યાત્રાના પ્રથમ ચરણથી પરમાત્મ પદ સુધીની પ્રાપ્તિની યાત્રામાં જે લાંબો પંથ કપાય છે તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આત્માના સર્વે ગુણોના વિકાસની યાત્રા છે. આ યાત્રાનો પ્રારંભ થતા તેના વિકાસક્રમમાં સહજ પણે જ પંચમહાવ્રત આદિ આવે છે. દેવો મનુષ્યો અને નાગકુમારો વ્રત, નિયમ અને પુન્યની સામગ્રી પ્રાપ્ત કરીને પોતપોતાની સ્થિતિએ પહોંચ્યા છે. પોતપોતાના પુણ્ય બળ પ્રમાણે શરીરના રૂપ કાંતિ
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૭૧)