________________
ભક્તામર શ્લોક ૧૨ यैः शान्तरागरुचिभिः परमाणुभिस्तव, निर्मापितस्त्रि भुवनैक-ललामभूत ! तावन्त एव खलु तेप्यणवः - पृथिव्यां!
यत्ते समानमपरं न हि रुपमस्ति ।। १२ ।। ભાવાર્થ :
ત્રણ લોકના અદ્વિતીય અલંકાર તુલ્ય હે પ્રભુ! શાંત રસની કાંતિવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે તે પરમાણુઓ પૃથ્વી પર તેટલા જ છે એમ જણાય છે, કેમકે આ જગતમાં તમારા જેવું બીજા કોઈનું રૂપ દેખાતું નથી. જો તેવા પરમાણુ હોત તો તમારા જેવું બીજું રૂપ પણ મળત.I/૧રી પરમાત્મા ત્રણે લોકનું અદ્વિતીય આભૂષણ શા માટે?
શ્રી ભક્તામર સ્તોત્રના બારમાં શ્લોકના પ્રારંભમાં પરમાત્માશ્રી ઋષભ જિનેશ્વરની સ્તુતિ કરતાં એમ જણાવાયું છે કે આપ ત્રણે લોકના અદ્વિતીય અલંકાર સમાન છો. હે પ્રભુ! આપ એવા અનુપમ આભૂષણ સમાન છો કે જેનો જોટો ત્રણેય લોકમાં ક્યાંય મળે તેમ નથી. આવી ઉત્તમ સ્તુતિ કવિ દ્વારા પ્રભુની જે થઈ છે તે શું સૂચવે છે? આચાર્ય ભગવંતના અંતરના ઊંડાણમાંથી સહજ પણે સરી પડેલી આ પંક્તિ એ કોઈ રૂપાળી ઉપમા નથી પરંતુ તેમના હૃદયનો સાચો ભાવ છે. આમ કહેવાનું કારણ એ જ છે કે તેમને પ્રભુની પ્રભુતાનો યથાર્થ મહિમા આવ્યો છે. તે વિના આવી સ્તુતિ થઈ ના શકે. પોતાની અંતરાત્મ દશામાં જે અંશે પ્રભુતા પ્રગટી છે તે અંશોમાં પરમાત્માની વિરાટ પ્રતિભાનું દર્શન થતાં સ્વાનુભૂતિના બળ ઉપર મહાકવિએ પરમાત્માને ત્રણે લોકના અદ્વિતીય અલંકાર સમાન કહ્યા છે. ચારે ગતિના જીવોમાં પરમ રિદ્ધિ સિદ્ધિ અને ઐશ્વર્યથી દેવલોકના દેવો શોભે છે. તે દેવોમાં દેવેન્દ્રો અને એકાવતારી દેવો પણ છે. મનુષ્ય જેની કલ્પના પણ ન કરી શકે તેવી રિદ્ધિ સિદ્ધિ અને જ્ઞાનવાળા દેવો પરમાત્માના ચરણને સેવે છે. તેઓ પરમાત્માને સમર્પિત છે. પરમાત્માની ભક્તિમાં લીન છે. તેમને પરમાત્માનો યથાર્થ મહિમા છે. એટલે જ આ સ્તોત્રના પ્રથમ શ્લોકમાં તે ભક્તિવંત દેવોની વાત આપણે વિચારી છે. આવા દેવો દ્વારા અને જ્ઞાનીઓ દ્વારા જેની નિરંતર સ્તવના થાય છે તે પરમાત્મા ત્રણે
Jain Education International
For Priv(89) rsonal Use Only
www.jainelibrary.org