________________
અને સ્વાધીન દશાનો પુરાવો છે.
કેવી રીતે કરવામાં આવેલી સ્તુતિ પાપનો નાશ કરે ?
આપણે આ સંદર્ભમાં સાતમા શ્લોકની આ પંક્તિઓને સમજવાની છે કે ભવની પરંપરાએ ઉપાર્જન કરેલું પાપ પ૨માત્માની સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. ભવની પરંપરાનું સર્જન કરનારો જીવ પરમાત્માથી વિમુખ હતો એટલે પરમાત્મદશાથી વિમુખ એવી પાપ સર્જતી સર્વ સાધનસામગ્રી તેને નિત્ય નિરંતર મળતી રહી. જ્યારે જીવ પરમાત્માની સન્મુખ થાય ત્યારે તેજ ક્ષણે તે પાપથી વિમુખ થાય છે. રાગ, દ્વેષ, અજ્ઞાન, અને આસક્તિથી વિમુખ થાય છે, તેની નિરર્થકતાનો યથાર્થ નિર્ણય થતાં તે સર્વેને પળમાત્રમાં છોડી દે છે. અને પરમાત્માના ગુણોમાં પ્રીતિવાન થાય છે. અનાદિકાળથી પોતે પરમાત્માથી વિમુખ રહ્યો તેનો તેને પારાવાર ખેદ થાય છે. એક કવિએ સાચું જ કહ્યું છે કે :
“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”
મિથ્યાત્ત્વમાં વિતાવેલા સમયને કારણે અનંતકાળથી ખેદ પામેલો અને પસ્તાવો કરતો જીવ હવે પરમાત્મા તરફ પ્રીતિવાન થઈ પરમાત્માના ગુણગાન ગાય છે. અહીં આચાર્ય ભગવંત કહે છે કે, હે પ્રભુ, જેના હૃદયમાં અને રોમેરોમમાં આપના અનંતાગુણોનો મહિમા આવ્યો છે તે આપની સ્તુતિ કર્યા વિના કેવી રીતે રહી શકે ? તેમના હૃદયમાંથી નિર્મળ ઝરણરૂપે વહેતી આપની સ્તુતિ આપના ગુણગાન જેવાં શરૂ થાય છે કે તરતજ ભવની પરંપરાએ ઉપાર્જન કરેલું પાપ તત્કાળ નાશ પામે છે. એક રૂપક દ્વારા તેઓ જણાવે છે કે લોકમાં વ્યાપેલ અને ભ્રમર જેવો કાળો કૃષ્ણપક્ષની રાત્રિનો અંધકાર પ્રાતઃકાળે જેમ સૂર્યના કિરણોથી ભેદાઇને નાશ પામે છે તેમ અંતઃકરણમાં આત્મારૂપી સૂર્ય પ્રકાશિત થતાં અર્થાત્ જ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશિત થતાં અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. જે રીતે સૂર્યોદય અંધકારના નાશનું કારણછે તેજ રીતે જિનેશ્વર ભગવાનની સ્તુતિ પાપનો નાશનું કારણ છે. આ રૂપકને આપણે જરા વિસ્તારથી સમજીએ. કઈ રીતે ભગવાનની સ્તુતિ કરવામાં આવે તો પાપનો નાશ થાય ? જે જીવને ધનનો અત્યંત મોહ હોય, ધનનો અત્યંત મહિમા હોય તે જેમ ધન પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે, રાત-દિવસ જોયા વિના મહેનત કરે છે, ભૂખ તરસ વેઠીને ધનની પ્રાપ્તિ માટે લાખ ઉપાયો કરે છે. ખાતાં-પીતાં, જાગતાં-સૂતાં, મહેફિલોમાં કે
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only (૫૦)