________________
ભક્તામર શ્લોક ૧૧ दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं, नाऽन्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धोः
क्षारं जलं जलनिधेशितुं क इच्छेत् ।। ११ ।। ભાવાર્થ :
પ્રભુ! સ્થિરદૃષ્ટિએ જોવા લાયક એવા આપને જોયા પછી માણસની દષ્ટિ બીજાને જોવામાં સંતોષ પામતી નથી. જેમ ચંદ્રના કિરણ જેવી ઉજ્જવળ કાંતિવાળા ક્ષીર સમુદ્રના જળનું પાન કર્યા પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાની ઇચ્છા કોણ કરે? અર્થાત્ કોઈ ન કરે.
તીર્થકર ભગવાનનું દર્શન ક્ષીરસાગરના જળ જેવું છે અને અન્ય દેવોનું દર્શન લવણ સમુદ્રના જળ જેવું છે. /૧૧/ પ્રભુદર્શનનો મહિમા અને સ્થિર દૃષ્ટિનું રહસ્ય.
અગિયારમાં શ્લોકના પ્રારંભમાં એમ જણાવ્યું છે કે હે પ્રભુ! સ્થિર દષ્ટિએ જોવાલાયક આપ એકમાત્ર છો. આ પંક્તિમાં ધર્મનું અને મોક્ષમાર્ગનું અત્યંત પ્રગટ તેમજ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. પ્રગટ રહસ્ય એ છે કે જગતમાં પરમાત્મદર્શનથી બીજું કાંઈ શ્રેષ્ઠ નથી. એક તરફ સમસ્ત બ્રહ્માંડના અને ચૌદે લોકના તમામ વૈભવ અને ઐશ્વર્યો મૂકવામાં આવે તો પણ પરમાત્મદર્શનની તુલનામાં એ તણખલાની તોલે છે. દેદીપ્યમાન સૂરજની સામે તે આગિયા સમાન છે. તેથી એમ કહેવાયું છે કે આ જગતમાં સ્થિર દષ્ટિએ જોવાલાયક તો હે પ્રભુ! આપ એક જ છો.
આ પંક્તિમાં અપ્રગટ અને ગુપ્ત રહસ્ય ઉપર વિચાર કરતાં એમ જણાય છે કે આવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું દર્શન કરવું હોય તો તે ચર્મચક્ષુથી સંભવ નથી. પરમાત્માની પ્રતિમાના ચર્મચક્ષુથી દર્શન કરવામાં આવે તો પણ ભાવવિભોર થઈ સ્વાનુભૂતિ દર્શન થાય તો તે સાચું દર્શન છે. આવું દર્શન કઈ રીતે થઈ શકે તેની ગુપ્ત ચાવી પણ આચાર્ય ભગવંતે આ પંકિતમાં અત્યંત ઉદારભાવે જીવોના હિતને લક્ષમાં રાખીને આપી છે. પ્રભુનું દર્શન એમણે સ્થિર દષ્ટિએ કરવાનું કહ્યું છે. અહીં સ્થિર દષ્ટિનો અર્થ એકીટશે જોવાને કે ત્રાટક કરીને પ્રભુના દર્શન કરવાનો નથી. પરંતુ
Jain Education International
For Privale 3) sonal Use Only
www.jainelibrary.org