________________
તો પણ જીવ પરમાત્મા જેવો થઈ ના શકે. એ પણ એટલું જ સત્ય છે કે બાહ્ય ગુણોથી પુષ્ટ થયેલા અહં સ્વભાવી જીવને અત્યંતર ગુણોનું પ્રગટપણું ના હોય તો તે પરમાત્મદશાને પ્રાપ્ત કરી શકતો નથી. પુન્ય બંધાતા મનુષ્ય કે દેવાદિક ગતિના સુખ પ્રાપ્ત કરે તે જુદી વાત છે પરંતુ તેથી ભવ ભ્રમણ ટળતું નથી. આ પરિપ્રેક્ષ્યમાં એમ પણ કહી શકાય કે જ્યાં સુધી પરમાત્માના વાસ્તવિક ગુણો તરફ જીવને યથાર્થ પ્રીતિ થતી નથી, સાચી રુચિ જાગતી નથી, અને પરમાત્માના વાસ્તવિક ગુણોનો યથાર્થ મહિમા આવતો નથી ત્યાં સુધી તે પરમાત્માની સાચી સ્તુતિ કરી શકતો નથી અને પરમાત્મા જેવો થઈ શકતો નથી.
અંહી પ્રશ્ન એ થાય છે કે પરમાત્માના વાસ્તવિક સત્યગુણોની પ્રીતિ કેવી રીતે થાય? એમાં રુચિ કેવી રીતે વધે ? તેનો યથાયોગ્ય મહિમા કેવી રીતે આવે? આ માટે શું કરવુ જોઈએ ? આનો જવાબ સ્પષ્ટ છે, સીધો સટ છે. ત્રણે કાળને માટે એકસરખું સત્ય છે. અને તે એ છે કે જીવે અભ્યાસ દ્વારા, ચિંતન દ્વારા, મનન દ્વારા, વિચારણા દ્વારા, પોતાની જાત સાથે મુલાકાત કરવી જોઈએ. પોતાને શેમાં પ્રીતિ છે. પોતાને શેમાં રુચિ છે, અને પોતાને શેનો મહિમા છે તેના નિષ્કર્ષ ઉપર ફરજીયાતપણે સૌથી પહેલાં આવવું જોઈએ. પરમાત્મા તરફની પ્રીતિ, રુચિ અને મહિમા યથાર્થપણે અનંતકાળથી નહીં આવવાનું કારણ તેની પોતાની રુચિ પરમાત્મા સિવાય બીજે ગમે ત્યાં છે તે છે. આ પરીક્ષણ અને નિરીક્ષણ જીવે જાતે કરવાનું છે. અહંકારથી, મમત્વથી, ભ્રાંતિથી કે આત્મવંચનાથી આ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જીવ પોતાને છેતરીને ગમે તેવો પુરુષાર્થ કરે તો પણ પરમાત્માના વાસ્તવિક સત્યગુણોને તે કદી પ્રાપ્ત કરી શકતો નથી અને તે તેમની સાચી સ્તુતિ કરી શકતો નથી.
આ સંદર્ભમાં શ્રીભક્તામર સ્તોત્રના રચયિતા મહાકવિ, આચાર્યદેવ માનતુંગસૂરિશ્વરજી પોતાની સ્વાનુભૂતિના આધારે પોકાર કરી જગતને જણાવે છે કે શ્રી ઋષભ જિનેશ્વર એવા સ્વામી છે જેની તેમના વાસ્તવિક સત્યગુણોને ધારણ કરી સ્તુતિ કરવામાં આવે તો તે સ્તુતિ કરનારને પોતાના જેવો બનાવેછે. સ્વામી અને સેવક વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. શ્રી ઋષભ જિનેશ્વર લૌકિક પારસમણી જેવા નથી કે જે લોખંડને સુવર્ણ બનાવે. આ તો સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા છે. એવા વિરલ પારસમણી છે કે જે બીજા પારસમણીનું નિર્માણ કરે છે. આમ દસમાં શ્લોકમાં યથાર્થ જ કહેવાયું છે કે ૫રમાત્માના વાસ્તવિક સત્યગુણોને હૃદયમાં ધારણ કરી જે પરમાત્માની સ્તુતિ કરે છે, તેના આત્માના પ્રદેશે પ્રદેશે વીતરાગતા પ્રગટે છે અને પરમપદને પ્રાપ્ત કરી તે પરમાત્મા જેવો થાય છે.
*
*
Jain Education International
*
For Private & Personal Use Only
(૬૨)
www.jainelibrary.org