________________
ભક્તામર શ્લોક ૧૦
नात्यद्भुतं भुवनभूषण भूत! नाथ ! भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा, भूत्याश्रितं च इह नात्मसमं करोति ॥ १० ॥
ભાવાર્થ :
જગતના ભૂષણસમાન હે સર્વ જીવોના નાથ! આ પૃથ્વી પર તમને તમારા વાસ્તવિક સત્યગુણોથી સ્તુતિ કરનારાં પ્રાણીઓ તમારા જેવા થાય છે. તેમાં કોઈ પણ આશ્ચર્ય નથી કારણ કે આ જગતમાં જે કોઈ સ્વામી પોતાના સેવકોને પોતાના જેવી સમૃદ્ધિવાળા ન કરે તેવા સ્વામીથી શું ફાયદો? કાંઈ જ નહીં. અર્થાત્ તમારી સ્તુતિ કરવાથી હું પણ તમારા જેવો થઈશ એવો કવિનો આશય છે. ।।૧૦।
પરમાત્મા ત્રણે લોકના ભૂષણ સમાન છે.
શ્રી ભક્તામર સ્તોત્રના દસમા શ્લોકમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની સ્તુતિ કરતાં પ્રારંભમાં જ એમ કહેવાયું છે કે જગતના ભૂષણ સમાન હે પ્રભુ! આપ સર્વ જીવોના નાથ છો. સમસ્ત લોકની અંદર સર્વોચ્ચ એવા પરમાત્મપદને પામેલા સર્વજ્ઞ ભગવાન ઋષભ જિનેશ્વરને જગતના ભૂષણ સમાન કહેવામાં આવ્યા છે. એમ કહેવાનું કારણ એજ છે કે પોતાનામાં રહેલા શુદ્ધ પરમાત્મ સ્વરૂપને પ્રભુએ સંપૂર્ણ રીતે પ્રગટ કર્યું છે. પ્રભુ પૂર્ણાનંદના નાથ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ આત્માના અનંતગુણોને પ્રભુએ પ્રગટ કર્યા છે. સંપૂર્ણ પ્રકાશિત એવા આ ગુણોને લીધે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ત્રણે લોકના તમામ જીવોની, તમામ સ્થિતિ અને અવસ્થા અર્થાત્ પર્યાયને વર્તમાનવત્ જાણે છે. કેવળ પ૨માત્મા જ સર્વજ્ઞ અને ગુણ સાગર હોવાથી શ્લોકના પ્રારંભમાં જગતના ભૂષણ સમાન કહ્યા છે.
જીવ અનાથ છે, પરમાત્મા તેના નાથ છે.
આ જ પંક્તિમાં તેમને સર્વ જીવોના નાથ કહેવામાં આવ્યા છે. જગતના સઘળા જીવો અનાથ છે. શુદ્ધદ્રવ્યની અપેક્ષાએ પરમ ત્માના પરમ
ચૈતન્ય સ્વરૂપમાં અને પ્રત્યેક જીવોના સત્તામાં રહેલા પરમ ચૈતન્ય સ્વરૂપમાં For Private( : C) nal Use:Only
Jain Education International
www.jainelibrary.org