________________
અવસ્થા ગમે તે હોય પરંતુ દરેકમાં પરમ ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ ભગવાન આત્મા પ્રકાશે છે. કવિવર ટાગોરની આ સ્વાનુભૂતિનું જોર એટલું બળવાન હતું કે પ્રથમ ત્રણ દિવસ સુધી જે મળે તેને પછી તે મનુષ્ય હોય કે પશુ હોય કવિ રોમાંચિત થઈ જતા, તેને ભેટી પડતા, ગદ્ગદિત થઈ જતા અને નેત્રોમાં પરમ આનંદના અશ્રુ ઊભરાતાં, પછી તો જીવનપર્યત તેમને આ જ દષ્ટિ રહી હતી. તે પછીની તેમની રચનાઓમાં સત્યાનુભૂતિ પ્રતિબિંબિત થાય છે. પ્રભુનું નામ સ્મરણ સર્વ પાપનો નાશ કરનાર છે.
બીજી પંક્તિમાં એમ જણાવાયું છે કે, હે પ્રભુ! તમારું નામ સ્મરણ પણ જગતના પ્રાણીઓનાં પાપનો નાશ કરનાર છે. અહીં આશય એ છે કે મહાન પુરુષાર્થી અને વિરલ આત્માઓ પોતાના આત્મપુરુષાર્થ દ્વારા પરમાત્માને સમર્પિત થઈ રોમેરોમમાં પ્રભુ તરફની ભક્તિ પ્રગટ કરી, સ્તોત્રો રચવાની પાત્રતાને પામે છે અને તેવી રચનાઓ પણ કરે છે. જગતના તમામ જીવો આવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ ન પણ કરી શકે. તે સંદર્ભમાં એમ કહે છે કે હે પ્રભુ તમારું સ્તવન કે જે સમસ્ત પ્રકારના દોષોનો નાશ કરનાર છે તે પુરુષાર્થની નબળાઈને લીધે કદાચ જીવો ન કરી શકે તો પણ તમારી આ ભવની અને પરભવની ચરિત્રકથાને સાંભળે, વિચારે, સમજે અને અંત:કરણપૂર્વક તમારું સાચું નામ સ્મરણ કરે તો આ સાચું નામસ્મરણ પણ ત્રણેય લોકના પ્રાણીઓનાં પાપનો નાશ કરનાર છે. અહીં નામસ્મરણને થોડી વિગતથી અવલોકીયે.
અર્થાત્ આ કળિયુગમાં ભવસમુદ્રમાં ડૂબતા જીવોના માટે પરમાત્માનું નામ, પરમાત્માનું સ્મરણ, પરમાત્માનું ચિંતન, પરમાત્માનું જીવનચરિત્ર આધારરૂપ છે. ભવસમુદ્રમાં ડૂબતા જીવોને તે બચાવનાર છે. જેના હૃદયની અંદર ખાતા, પીતા, ઊઠતાં, બેસતા કે પ્રવૃત્તિઓની વચ્ચે પરમાત્માનું સ્મરણ રહેતું હોય તેનાં પાપોનો નાશ થાય છે. “હું તો હાલ ચાલું ને પ્રભુ સાંભરે રે.....” આ કવિતાની આ પંક્તિ જેવી જેની દશા હોય તેના પાપનો નાશ થાય તેમાં શું આશ્ચર્ય છે? પ્રભુ સ્મરણ તરફની આવી સ્થિતિ ક્રમે ક્રમે ભક્તિભાવમાં ઉત્કૃષ્ટતા લાવી જીવને પરમાત્મા તરફ સમર્પિત બનાવે છે. સર્વ પાપોનો નાશ થવાથી ઉત્પન્ન થતી નિર્મળ દશા સ્વાનુભૂતિ દર્શન - સમ્યગુદર્શન - પરમાત્મદર્શન કરાવે છે. આથી ઊલટું રાગ-દ્વેષ-અજ્ઞાનમોહ અને આસક્તિનાં પૂરમાં તણાતો જીવ નિત્યપ્રતિ પ્રભુ સ્મરણ કરે,
Jain Education International
For Private & Personal Use Only
(૫૮)
www.jainelibrary.org